- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
રાજકોટથી પુરઝડપે આવેલી કાર બાઇકને ટક્કર મારી ફરાર, પાછળથી આવતી બીજી કારનું ટાયર શરીર પર ફરી વળતાં બાઇક સવારનું મૃત્યુ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ Jamnagar-રાજકોટ હાઈવે પર હાપા હનુમાનજી મંદિર નજીક બનેલી હિટ એન્ડ રનની દુર્ઘટનામાં એક બાઇકચાલક નો ભોગ લેવાતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મચ્છનગર અન્નપૂર્ણા મંદિર પાસે રહેતા અને ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા શૈલેષભાઈ નરશીભાઈ ડાંગરે પોતાના નાના ભાઈ જયેશભાઈ ડાંગરના અકસ્માત મોત અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ શૈલેષભાઈ કેશોદ ખાતે ટ્રકમાં મગફળીનો માલ ખાલી કરવા ગયા હતા. દરમિયાન તેમના ભાભી શાંતુબેનનો ફોન આવ્યો હતો કે તેમના ભાઈ જયેશભાઈ ડાંગર પોતાની મોટરસાઇકલ નં. જીજે-૧૦-એએફ-૫૨૯૦ લઈને…
જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મોત, હજુ ત્રણ બાળ દર્દી સારવાર હેઠળ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ Jamnagar ની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને સારવાર ચાલી રહી છે. આજે સારવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના એક બાળક તથા કલ્યાણપુરના એક બાળક સહિત બે બાળકોના મૃત્યુ નીપજતાં આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ છ બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં સૌપ્રથમ જામનગરના એક શંકાસ્પદ ચાંદીપુરા ના કેસના સંદર્ભમાં દાખલ થયેલા એક બાળદર્દીના મૃત્યુ ના બનાવ પછી આજે મૃત્યુ પામેલા દેવભૂમિ દ્વારકાના બે બાળકો સહિત કુલ ત્રણ બાળકોના મોત…
પીઆઈ નિલેશ ચૌહાણ સામે ગુનો દાખલ; એસપી ડૉ. રવિમોહન સૈની દ્વારા નિષ્પક્ષ તપાસના આદેશ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪ઃ જામજોધપુર નજીક ગાંધેશ્વર રેલવે ફાટક પાસે ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી. બસની ટક્કરથી ઘાયલ થયેલા બળદને ટ્રેક્ટરમાં ચડાવી બચાવવાની માનવતાવાદી કામગીરી કરી રહેલા લોકો પર જામજોધપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની પૂરપાટ ઝડપે આવતી કાર ફરી વળતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે સાધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને જી જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે પીઆઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, જામજોધપુર નજીક આવેલ ગાંધેશ્વર રેલવે ફાટક પાસે ગઈકાલે રાત્રે…
સૌરાષ્ટ્રભરના Bar Associationના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ફુલછાબ ચોક ખાતે હોટલ નોવા વિસ્ટા ખાતે મહાબેઠક Rajkot તા.૨૪ઃ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને હાઇકોર્ટ બેચનું સ્વપન સમગ્ર માટેની જૂની માંગણી સંબંધે રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રભરના બાર એસોસિયેશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તા. ૨૫ને શનિવારે સવારે ૧૦ કલાકે શહેરના ફુલછાબ ચોક ખાતે હોટલ નોવા વિસ્ટા ખાતે મહા બેઠક યોજાશે જેમાં હાઇકોર્ટની બેંચ રાજકોટને મળે તે માટે રણનીતિ ઘડી અને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમજ જરૂર પડે તે માટે આંદોલાત્મક કાર્યક્રમો આપવામાં આવશે સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે રાજકોટને હાઈકોર્ટ બેંચ માટે વર્ષોથી વકીલોના આંદોલનો ચાલી રહયા છે. પૂર્વ…
ડબલ સવારી મોટરસાયકલનો કાર વડે અથડાવી ગંભીર ઈજા પહોચાડવામા ચાર સામે ગુનો નોંધાયો તો Rajkot તા.૨૪ઃ શહેરના મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે જુના ઝઘડાનો ખાર રાખી પાડોશી ડબલ સવારી મોટરસાયકલ સાથે કાર વડે અથડાવી ગંભીર ઈજા પોચાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા સાહિદ વરદરિયાના જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના મોરબી રોડ હડાળા ના પાટીયા પાસે આવેલ આસોપાલવ સોસાયટી મેઇન રોડ માં રહેતા અકબરભાઈ કરીમભાઈ પલેજા અને તેના મિત્ર સહિત બને મોટરસાયકલ લઈને મોરબી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ૩ ૪૪ ૨૩ નંબરની કારમાં એજાજ ગોવિંદ પાટીલ પ્રશાંત પાટીલ અને ગુલામ હુસેન વરદરીયા…
Rajkot તા.૨૪ઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાથી અચાનક થતાં મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. ચિંતાજનક રીતે વધી રહેલા હાર્ટ એટેકના બનાવો વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે આધેડના હૃદય બેસી જવાથી મોત નિપજ્યા છે. પોતાના ઘરે જ અચાનક બેભાન થઈ જતાં તેમજ ચક્કર આવી જતાં સારવાર મળે તે પૂર્વે જ બંનેએ દમ તોડી દેતાં પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, શહેર નજીક આવેલા રણુજા મંદિર સામે આવેલા ગામમાં રહેતા હરપાલસિંહ છનુભા રાઠોડ (ઉં.વ. ૪૧) સવારે ૯૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે તે પૂર્વે જ…
ગૃહ કલેશથી કંટાળીને દિનેશભાઈએ જીવન લીલા સંકેલી લીધી, ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી Rajkot તા.૨૪ઃ શહેરના ભગવતીપરા પાસે આવેલા સુખસાગર વિસ્તારમાં મહાનગરપાલિકાના કન્ઝર્વન્સી (સફાઈ) વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ ગૃહકંકાસથી કંટાળીને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, ભગવતીપરા પાસે સુખસાગરમાં રહેતા અને મનપાના સફાઈ વિભાગમાં ફરજ બજાવતા દિનેશભાઈ વસરામભાઈ સોલંકી (ઉં.વ. ૫૧) ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે તેમણે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ પરિવારજનોને થતાં જ તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ની ટીમે સ્થળ પર…
બીમારીથી તંગ આવી સોનલબેનએ ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડ્યો, પરિવારમાં શોક Rajkot તા.૨૪ઃ શહેરના કાલાવડ રોડ પર આવેલ એવરેસ્ટ પાર્ક વિસ્તારમાં હૃદયની બીમારીથી કંટાળીને વૃદ્ધાએ પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવડ રોડ પર જાડુસ હોટેલ પાછળ આવેલ એવરેસ્ટ પાર્ક શેરી નં ૧ માં રહેતા સોનલબેન પંકજભાઈ પારેખ (ઉં ૬૭) ગઈકાલે સાંજે ૫૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે તેમને ઝેરી દવા પી લીધી હતી,…
પુનિતનગર પાસેથી વિદેશીદારૂના ૧૬ ચપલા સાથે શખ્સ ને દબોચ્યો Rajkot તા.૨૪ઃ Rajkot શહેરના જુદા જુદા બે સ્થળે વિદેશીદારૂના દરોડા પડતા કાલાવડ રોડ મોટા મૌવાના પુલ પાસે બાઇકમાંથી રૂ ૬૦૦૦ ની કિંમતની વિદેશીદારૂની ૨૪ બોટલ સાથે શખ્સને ઝડપાયો હતો અને બાઇક સહિત રૂ ૫૬૦૦૦ નો મુદામાલ એલસીબીની ઝોન ૨ ટીમે કબ્જે કર્યા બીજા દરોડામાં પુનિતનગરમા જાહેરમાં એક શખ્સ પાસે રૂ ૨૮૮૦ની કિંમતના વિદેશીદારૂના ૨૬ ચપલા સાથે શખ્સને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા દારૂ બંધીની કડક અમલવારી કરવાની સૂચનાને પગલે એલસીબીની ટીમ પેટ્રોલિંગ હતી…
આંકડા જાહેર કરવાને બદલે જવાબદારોની એકબીજા તરફ ફેકા ફેકી? Rajkot તા.૨૪ઃ એક તરફ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો પંજો વધુ મજબૂત બની રહ્યો છે અને લોકોમાં ફફડાટ વ્યાપેલો છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલના જવાબદાર આરોગ્ય તંત્ર મીડિયા અને જનતાને સાચી માહિતી આપવાને બદલે ‘‘માહિતીનો ખો‘‘ રમી રહ્યું હોવાનું સામે આવ્યું છે! દર્દીઓની સ્થિતિ અને આંકડાકીય વિગતો મેળવવા માટે જ્યારે મીડિયાકર્મીઓ તબીબી સત્તાધીશો પાસે પહોંચે છે, ત્યારે સાચી માહિતી આપવાને બદલે અધિકારીઓ એકબીજા પર ઢોળુ ઢોળીને ’માહિતીની ખો’ રમી રહ્યા હોવાનું ચિત્ર સામે આવતા ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં જ જનાના હોસ્પિટલમાં ચાંદીપુરના ૬ શંકાસ્પદ કેસો સામે આવ્યા…
