- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૮ Jamnagar શહેરના સીટી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ધન અપૂર્વા સોસાયટી ગેટ નં. ૨ સામે જાહેર માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી બુલેટ મોટરસાયકલને ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પ્રણામી ટાઉનશીપ-૩ ખાતે રહેતા કીર્તીકુમાર સુરેશભાઈ રામનાણીએ સીટી ‘‘એ‘‘ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ પોતાની પત્ની નિયતિબેન સાથે બ્લેક કલરની બુલેટ મોટરસાયકલ (રજી. નં. જી.જે.-૧૦-ઈ.જે.-૨૭૧૪) પર કીર્તીપાન પાસેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ધન અપૂર્વા…
New Delhi,તા.૮ હેરી બ્રુકની કેપ્ટનશીપ હેઠળ, ઇંગ્લેન્ડે ભારત સામે ઘરઆંગણે પાંચ મેચની ટી ૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં એકતરફી ૧૨૫ રનથી જીત મેળવી, શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી. આ મેચમાં ઇંગ્લેન્ડની બેટિંગે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમના બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં લેગ-સ્પિનર આદિલ રશીદનો પણ સમાવેશ થાય છે, જેણે ૨.૪ ઓવરમાં માત્ર ૧૪ રન આપીને બે વિકેટ લીધી હતી. આ સાથે, રાશિદ હવે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડના લેગ-સ્પિનર આદિલ રશીદને ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં મેચ વિજેતા બોલર માનવામાં આવે છે, જેણે પોતાની સ્પિન બોલિંગથી ઘણી મેચોમાં ટીમની…
મૂળ જામનગરના વધુ એક આરોપીનો રાજકોટની જેલમાંથી કબ્જે લેવાયો ,તપાસનો વ્યાપ વધ્યો ,અન્યની શોધખોળ (નયના દવે દ્વારા) Jamnagar તા.૮ Jamnagar જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી બહારના લોકો સાથે સંપર્કમાં રહેવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગરે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ તપાસ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા તેને રાજકોટ જિલ્લા જેલમાંથી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી કબ્જે લેવામાં આવ્યો છે. જામનગર જિલ્લા જેલમાં બિનવારસી મોબાઇલ ફોન મળી આવતા આ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩, ૩૧૬(૨), ૬૧(૨) તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ અને ૪૫(૧૨)…
Mumbai,તા.૮ જ્યારે મેચ સરકી રહી હોય તેવું લાગતું હતું, ત્યારે લાયોનેલ મેસ્સી ફરી એકવાર તેની ટીમના તારણહાર તરીકે ઉભરી આવ્યો. આર્જેન્ટિનાએ અંતિમ ૧૧ મિનિટમાં એટલી શાનદાર રમત રમી કે ૨-૦થી પાછળ હોવા છતાં, તેઓ ૩-૨થી જીતી ગયા. મેસ્સીએ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ટીમ માટે આ રોમાંચક વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, બરાબરીનો ગોલ કર્યો હતો, જ્યારે એન્ઝો ફર્નાન્ડીઝે ઈજાના સમયમાં વિજેતા ગોલ કરીને ટીમને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી હતી. આ મેચમાં ભાગ લઈને, મેસ્સીએ ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ નોકઆઉટ મેચ રમવાના મિરોસ્લાવ ક્લોઝના ઓલ ટાઇમ રેકોર્ડની બરાબરી કરી હતી. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ની આ મેચમાં, ઇજિપ્તે શરૂઆતથી જ આર્જેન્ટિના…
(મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૮ Surendranagar જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુનેગારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે વઢવાણ પોલીસ અને પેરોલ ફર્લો સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો પ્રોટોકોલ ભંગ કરનાર આરોપી ચેતનભાઈ ચતુરભાઈ રાઠોડ (રહે. વઢવાણ) ને પોલીસે ભચાઉ નજીકથી ઝડપી પાડ્યો છે.ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે સફળ ઓપરેશનમળતી વિગતો અનુસાર, આરોપી પોતાની ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કચ્છના શિકરા (ભચાઉ) ખાતે છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે આધુનિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ…
(ભરત ભોગાયતા) Jamnagar તા.૮ Jamnagar જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સરાહનીય તત્પરતા અને માનવીય અભિગમનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા ૩૦ વર્ષીય કમલીબેન એયરને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડી હતી. આ તેમની ચોથી ડિલિવરી હોવાના કારણે મેડિકલ દ્રષ્ટિએ તેઓ હાઈ-રિસ્ક માતાની શ્રેણીમાં આવતા હતા, જેથી પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ સેવાનો સંપર્ક કર્યો હતો. સમય સૂચકતા વાપરીને અડધા કલાકના ટૂંકા ગાળામાં જ ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. હસમુખ સાગઠિયા તથા પાયલોટ કમલેશ કંટારીયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ, ગત દિવસોમાં આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે એમ્બ્યુલન્સ વાડી વિસ્તારમાં આવેલા કમલીબેનના ઘર…
Mumbai,તા.૮ ક્વીન ૨ઃ કંગના રનૌતની આગામી ફિલ્મ ’ક્વીન ૨’ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ ગઈ છે. હવે ફિલ્મ સામે ૨૫૦ કરોડનો મોટો દાવો દાખલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, ૨૦૧૪ ની સુપરહિટ ફિલ્મ ’ક્વીન’ નું નિર્માણ કરનારી કંપની ફેન્ટમ સ્ટુડિયોએ બોમ્બે હાઈકોર્ટમાં જિયોસ્ટાર સામે કેસ દાખલ કર્યો છે. તેમનો દાવો છે કે ’ક્વીન ૨’ તેમની પરવાનગી વિના બનાવવામાં આવી રહી છે. ફેન્ટમ સ્ટુડિયોનો દાવો છે કે ૨૦૧૪ માં ’ક્વીન’ બનાવવામાં આવી ત્યારે એક કરાર થયો હતો. આ કરાર મુજબ, જો ભવિષ્યમાં આ ફિલ્મની સિક્વલ અથવા પ્રિકવલ બનાવવામાં આવે છે, તો બંને પક્ષો (ફેન્ટમ અને જિયોસ્ટાર) પાસે તેના પર ૫૦% અધિકારો હશે.…
Mumbai,તા.૮ નાગાર્જુન દક્ષિણ ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે અને તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. નાગાર્જુન છેલ્લે “કૂલી” માં જોવા મળ્યો હતો, જેમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા. હવે, નાગાર્જુન તેમની નવી ફિલ્મ માટે સમાચારમાં છે, જે તેમની ૧૦૦મી ફિલ્મ પણ બનવા જઈ રહી છે. નાગાર્જુનની ૧૦૦મી ફિલ્મની જાહેરાતથી તાજેતરમાં અભિનેતાના ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. આ ફિલ્મનું નામ હાલમાં “કિંગ ૧૦૦” છે, અને એવી અફવાઓ છે કે તબ્બુ પણ ફિલ્મમાં તેમની સાથે કામ કરી શકે છે. જોકે, બંને વચ્ચે કોઈ રોમેન્ટિક એંગલ નહીં હોય; તેના બદલે, તે એક મહિલા ખલનાયકની ભૂમિકા ભજવી શકે છે. નાગાર્જુનની ૧૦૦મી ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી,…
Mumbai,તા.૮ અંશુલા કપૂર અને રોહન ઠક્કરના લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. નવદંપતીના બ્રાઇડલ અને રિસેપ્શન લુક પછી, તેમના કોકટેલ પાર્ટી આઉટફિટ્સ ખૂબ જ લોકપ્રિય છે. અંશુલા કપૂરનો કોકટેલ લુક એટલો સુંદર છે કે તેનાથી નજર હટાવવી મુશ્કેલ બનશે. તેનો કોકટેલ લુક પરંપરાને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. આવા ઉજવણીઓ ઘણીવાર સિક્વિન્સ, ગાઉન અને આધુનિક શૈલીઓ સાથે સંકળાયેલી હોય છે, પરંતુ અંશુલાનો દેખાવ થોડો અલગ હતો. અંશુલા કપૂરે અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરાયેલી ઇન્ડો-વેસ્ટર્ન બનારસી સાડી પહેરી હતી, જે કોકટેલ થીમ સાથે રહેવાની સાથે સાથે તેની પરંપરાઓનું પણ પ્રદર્શન કરતી હતી. તે આધુનિક અને દેશી બંને શૈલીઓનું સંપૂર્ણ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૮ Morbi માળિયા નેશનલ હાઈવે પર જૈન સાધ્વી અને તેના સેવકો ચાલીને જતા હતા સેવક વ્હીલચેરમાં જૈન સાધ્વીને બેસાડી જતા હતા ત્યારે બોલેરો ચાલકે પુરઝડપે ચલાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં જૈન સાધ્વી અને સેવિકાને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે ગાંધીધામ કચ્છના રહેવાસી નરેશકુમાર નરશીભાઈ મકવાણા (ઉ.વ.૩૭) વાળાએ બોલેરો જીજે ૧૯ વાય ૭૭૬૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ જુલાઈના રોજ સવારના છ વાગ્યે ફરિયાદી નરેશ, તેના માતા રતનબેન નરશીભાઈ મકવાણા અને જૈન સાધ્વી મહાસતીજી સ્મૃતિબાઈ સ્વામી બધા હરીપર ગામ જૈન વિહારધામથી પગપાળા ચાલીને સુરજબારી ખાતે આવેલ…
