Author: Vikram Raval

Bhavnagar,તા.૧૮ Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ પારદર્શિતા અને જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડતા પોતાના જ પિતરાઈ ભાઈની એજન્સી પાસેથી બાકી રહેલી લાયસન્સ ફી અને પેનલ્ટી સહિત કુલ રૂ. ૧૨.૬૬ લાખની વસૂલાત કરાવી હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ, મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ સંચાલન સાથે જોડાયેલી એજન્સી દ્વારા લાયસન્સ ફી સમયસર ભરવામાં આવી નહોતી. અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં એજન્સીએ બાકી રકમ જમા કરાવી નહોતી. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ કોઈપણ પ્રકારના સગાવાદને મહત્વ આપ્યા વિના નિયમોનું પાલન કરાવવા કડક વલણ અપનાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી સામે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી…

Read More

Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ Ahmedabad,તા.૧૮ ગુજરાતમાં ચોમાસાએ ફરી ગતિ પકડી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ સહિત ૧૭ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી થોડા કલાકો દરમિયાન નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક આશરે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા,…

Read More

Surat,તા.૧૮ Surat શહેરના લિંબાયત વિસ્તારમાં સગીરા સાથે કથિત દુષ્કર્મ ના કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરા સાથે સંપર્ક સાધ્યો હતો અને લગ્નનું વચન આપીને વિશ્વાસમાં લીધા બાદ તેના પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને હવે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ મુજબ આરોપી કૈફ શેખ, જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો રહેવાસી છે, તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા સગીરા સાથે મિત્રતા કરી હતી. સમય જતાં બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. આરોપ છે કે ત્યારબાદ તેણે લગ્ન કરવાની લાલચ આપી સગીરાનો વિશ્વાસ જીત્યો અને તેની…

Read More

Jamnagar,તા.૧૮ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વચ્ચે હવે જામનગરમાંથી પણ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શહેરના બે દર્દી ઉપરાંત દ્વારકાથી એક દર્દીને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્રણેય દર્દીઓની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને સંભવિત રોગચાળો ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા સર્વેલન્સ અને સાવચેતીના પગલાં વધુ કડક કરવામાં આવ્યા છે. એકસાથે ત્રણ કેસ સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણેય દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને જીજી હોસ્પિટલના વિશેષ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સતત સારવાર આપી રહી છે અને…

Read More

Ahmedabad,તા.૧૮ ગુજરાત હાઈકોર્ટે નવસારી જિલ્લાના એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ૧૭ વર્ષની એક દુષ્કર્મ પીડિત સગીરાએ ૩૪ અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાની મંજૂરી માગતી અરજી કરી હતી, પરંતુ તબીબી નિષ્ણાતોના અભિપ્રાયને આધારે કોર્ટે અરજી નામંજૂર કરી છે. કોર્ટે જણાવ્યું કે આ તબક્કે ગર્ભપાત કરાવવાથી સગીરાના જીવ અને સ્વાસ્થ્યને ગંભીર જોખમ થઈ શકે છે. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે સગીરા પોતાની મોટી બહેન સાથે તેના બાળકને પોલિયોના ટીપાં પીવડાવવા આંગણવાડી કેન્દ્ર પર ગઈ હતી. ત્યાં ફરજ પર રહેલા સ્વાસ્થ્ય કર્મચારીને સગીરાની શારીરિક સ્થિતિ અંગે શંકા જતાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ગર્ભાવસ્થા હોવાની પુષ્ટિ થઈ હતી.…

Read More

૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ Rajkot,તા.૧૮ ભેળસેળયુક્ત અને અખાદ્ય ખોરાક વેચનારાઓ સામે રાજકોટ મહાનગરપાલિકા (આરએમસી)ના આરોગ્ય વિભાગે છેલ્લા એક મહિનાથી શરૂ કરેલી વિશેષ ઝુંબેશમાં મોટા પાયે કાર્યવાહી કરી છે. આ અભિયાન દરમિયાન ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે ૨૮ પેઢી અને એકમોને સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓને મળીને ૭ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે શહેરના ૧,૧૦૦થી વધુ ખાણી-પીણીના એકમો અને વેપારી પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૩૧૦ વેપારીઓને ભેળસેળ, ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિ અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન અનેક જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ તપાસ…

Read More

હાંસોટ અને સંજાલીની ઘટનાઓ હજુ તાજી છે ત્યાં વધુ એક પાપ પ્રકાશમાં આવ્યું : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા Bharuch, તા.૧૮ માનવતાને શર્મસાર કરતી અને હૈયું હચમચાવી દેતી વધુ એક ઘટના ભરૂચ પંથકમાં સામે આવી છે. ભરૂચ નજીક આવેલા બોરભાઠા ગામ પાસેના રોડ પરથી આજે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કચરાના ઢગલા પાસે ફેંકી દેવાયેલા આ અવાજ વગરના માસૂમના લોહીલુહાણ કિસ્સાએ પંથકના લોકોને હચમચાવી દીધા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બોરભાઠા ગામ પાસે પસાર થતા રોડ નજીક કચરાના ઢગલામાં એક નવજાત શિશુનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનોને થઈ હતી. કાળજું કંપાવી દે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૮ Jamnagar સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે હાલમાં ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં શાળાના તમામ છ સિનિયર હાઉસના કેડેટ્‌સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ લીગ-કમ-નોકઆઉટ પદ્ધતિ મુજબ યોજાઈ હતી. ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શિવાજી હાઉસ અને સરદાર પટેલ હાઉસ વચ્ચે રમાઈ હતી, જે ખૂબ જ રોમાંચક અને સ્પર્ધાત્મક રહી હતી. બંને ટીમોએ ઉત્તમ ટીમવર્ક, કૌશલ્ય અને રમતિયાળ ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. અંતે શિવાજી હાઉસે ૨૧ થી વિજય મેળવી શિવાજી હાઉસે ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સમગ્ર મેચ દરમિયાન બંને ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન…

Read More

શારીરિક-માનસિક ત્રાસ, મારપીટ અને વોશિંગ મશીન-ટીવીની માંગણીનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૮ Jamnagarમાં રહેતી એક પરિણીતાએ જૂનાગઢમાં રહેતા પોતાના પતિ, સાસુ અને સસરા સામે લગ્નજીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવો, મારપીટ કરવી અને દહેજની માંગણી કરવાના આક્ષેપો સાથે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ ૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી મીનાઝબેન તુફેલશાહ શાહમદારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના નિકાહ તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ જુનાગઢ નિવાસી તુફેલશાહ મુનીરશાહ શાહમદાર સાથે મુસ્લિમ શરિયત મુજબ થયા હતા. લગ્નના અંદાજે છ મહિના બાદથી…

Read More

રાવલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા મીડિયા કવરેજ અંગે તાજેતરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી Mumbai, તા.૧૮ પરેશ રાવલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા મીડિયા કવરેજ અંગે તાજેતરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તે સમય દરમિયાન જે રીતે આ કેસને સતત ટીવી ચેનલો પર રજૂ કરવામાં આવ્યો હતો, તે તેમને બિલકુલ પસંદ નહોતું. સાથે જ તેમણે રાજકારણ છોડવા પાછળનું કારણ પણ વિગતવાર સમજાવ્યું.એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન પરેશ રાવલે જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન તેમણે સમાચાર ચેનલો જોવાનું લગભગ બંધ કરી દીધું હતું. જ્યારે તેમને તેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતાં કહ્યું, “મારા બ્લડ…

Read More