Author: Vikram Raval

હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, આઈસીયુ, ઓપીડી, લેબોરેટરી, એક્સ-રે, રિકવરી વોર્ડ, હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ, વેટરનરી સ્ટાફ, સીસીટીવી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ Rajkot તા.૧૧ શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા જીવદયા અને માનવ સેવાના કાર્યોને વેગ આપવા માટે એક ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા શ્રી રણજીતસિંહ નટવરસિંહ જાડેજા (ગામ-વાગુદડ) તરફથી સેવાના કાર્ય માટે મળેલ ૨ એકર જગ્યામાં દિવ્ય ગૌ તીર્થનું નિર્માણ થશે. સંસ્થાનો મુખ્ય સંકલ્પ ૧૦૦૦થી વધુ ગૌવંશની સારવાર અને સેવા કરવાનો છે. હાલમાં ૨૦૦ જેટલી ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા થઈ રહી છે, જેને એક વર્ષમાં વધારીને ૧૦૦૦ સુધી લઈ જવામાં આવશે. આ પ્રોજેક્ટને માત્ર…

Read More

સરકારે આખરે સ્પષ્ટતા કરી છે કે ઈ-૨૦ બળતણ, એટલે કે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ, વાહનના માઇલેજમાં થોડો ઘટાડો કરી શકે છે, પરંતુ તે ઉર્જા સુરક્ષા, સ્વચ્છ પર્યાવરણ અને ખેડૂતો માટે ફાયદાકારક છે. વધુમાં, તે વિદેશી હૂંડિયામણ બચાવવામાં મદદ કરે છે. જો આ સ્પષ્ટતા પહેલા આવી હોત તો વધુ સારું થાત, કારણ કે ડિજિટલ મીડિયા પર ઘણા સમયથી અપ્રમાણિત અહેવાલો ફરતા થયા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦ ટકા ઇથેનોલ ધરાવતું પેટ્રોલ ઇંધણના માઇલેજને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડે છે. કેટલાક લોકોએ નકલી વિડિઓઝ પણ શેર કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈ-૨૦ પેટ્રોલને…

Read More

આશિકી ટુ બાદ નિર્માતા ભૂષણ કુમાર, આદિત્ય રોય કપૂર અને મિલાપ ઝવેરીનું ફરી કોલબરેશન Mumbai, તા.૧૧ આદિત્ય રોય કપૂર વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરીમાં દેખાશે. ટી સીરિઝનાં બેનર હેઠળ મિલાપ ઝવેરી આ ફિલ્મ બનાવી રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત આજે કરાઈ હતી. બોલિવુડ વર્તુળોમાં છેલ્લા કેટલાય સમયથી ‘આશિકી થ્રી’ બની રહ્યાની ચર્ચાઓ હતી. પરંતુ, નિર્માતા મુકેશ ભટ્ટે ‘આશિકી’ ટાઈટલના હક્કો પોતાની પાસે જ હોવાનો દાવો કર્યા બાદ હવે આ નવી ફિલ્મને ‘આશિકી થ્રી’ને બદલે અલગ નામ આપવામાં આવશે તેમ મનાય છે. તાજેતરમાં ‘એક દિવાને કી દિવાનીયત’ જેવી અણધારી સફળતા મેળવનારી ફિલ્મ આપી ચૂકેલા નિર્દેશક મિલાપ ઝવેરીએ પોતાની આગામી ફિલ્મ હિંસક મ્યુઝિકલ…

Read More

સાંગાણીએ સર્ચ દરમિયાન મુંબઈની એક ઇમારતના ૧૩મા માળેથી પોતાનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો Mumbai, તા.૧૧ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા અને પીઢ અભિનેતા શેખર સુમનના વ્યવસાયિક સહયોગી ધર્મેશ નરેન્દ્ર સાંગાણી અને તેની કંપની કલાની ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં કથિત રીતે યુનાઈટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકા (યુએસએ), કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં અનેક અઘોષિત વિદેશી સંપત્તિઓ અને ઓફશોર બેન્ક ખાતાઓ અને અવાસ્તવિક વિદેશી રેમિટન્સનો ખુલાસો થયો છે.શેખર સુમન ફિલ્મ એકેડેમી (એસએસએફએ)ની સહ-સ્થાપના ધર્મેશ સાંગાણી દ્વારા કરવામાં આવી છે અને શેખર સુમન દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. જોકે, કલાની ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ એક વૈશ્વિક ટ્રેડિંગ…

Read More

શોમાં એના વિન્ટોર, ઈશા અંબાણી, કરણ જોહર અને ચીની અભિનેત્રી ફાન બિંગબિંગ સહિતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી Mumbai તા.૧૧ ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે. આ ડેબ્યુ શો દરમિયાન તેણે ‘મા’ નામનું કલેક્શન રજુ કર્યું, જે તેની સ્વર્ગસ્થ માતા સુદર્શન મલ્હોત્રાને સમર્પિત ભાવુક શ્રદ્ધાંજલિ છે. આ શોમાં તેણે પોતાનાં નવા હાઈ જ્વેલરી કલેક્શનને પણ લોંચ કર્યું. મનીષ મલ્હોત્રાએ આ કલેક્શન વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની માતાના નિધન બાદ તેમની યાદો જ આ કલેક્શનની પ્રેરણા બની. તેણે કહ્યું કે તેમની માતાએ બાળપણથી જ સિનેમા અને કાપડ પ્રત્યેના તેના રસને પ્રોત્સાહન આપ્યું હતું અને…

Read More

ભારતીય સિનેમાનો પ્રથમ મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સીન કર્યાનો નિર્માતાઓનો દાવો Mumbai, તા.૧૧ રશ્મિકા મંદાનાએ પોતાની આગામી પેન-ઈન્ડિયા ફિલ્મ ‘માયસા’ માટે એક મહત્વનો અંડરવોટર એક્શન સીન પુરો કર્યો છે. ફિલ્મના નિર્માતાઓનો દાવો છે કે આ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સિક્વન્સ છે. આ ફિલ્મમાં રશ્મિકા પોતાની કારકિર્દીના અત્યાર સુધીના સૌથી પડકારજનક એક્શન અવતારમાં જોવા મળશે. રવિન્દ્ર પુલેના ડિરેક્શનમાં બની રહેલી અને ફોર્મ્યુલા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘માયસા’ આદિવાસી પ્રદેશોની પૃષ્ઠભૂમિ પર આધારિત એક ઇમોશનલ એક્શન થ્રિલર છે. ફિલ્મમાં રશ્મિકાનો એક્શન અવતાર પહેલેથી જ ચર્ચામાં છે અને હવે આ અંડરવોટર સિક્વન્સથી ફિલ્મ વિશે ઉત્સુકતા વધી છે.નિર્માતાઓના જણાવ્યા અનુસાર, રશ્મિકાએ આ અંડરવોટર એક્શન…

Read More

Mumbai, તા.૧૧ રાશી ખન્નાએ ડિરેક્ટર અનીસ બઝમીની આગામી કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને રાશી ખન્ના લીડ રોલમાં જોવા મળશે.આ અંગે રાશીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે શૂટિંગ દરમિયાન અનુભવેલા શારીરિક પડકારો અને મુશ્કેલ સમય દરમિયાન સાથ આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. ફિલ્મ વિશે વધુ વિગતો જાહેર કર્યાં વિના રાશીએ લખ્યું કે કેમેરા સામેના દ્રશ્યો કરતાં કેમેરાની પાછળના અનુભવો તેની સાથે વધુ સમય સુધી રહેશે.રાશીએ લખ્યું, “હું હંમેશાં માનું છું કે દરેક શૂટિંગ શીડ્યુલ તમને કંઈક શીખવી જાય છે. આ શીડ્યુલે મને સમજાવ્યું કે સાચી શક્તિ…

Read More

સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિકનું લોકપ્રિય પાત્ર ‘બટા ભાઈ’ સીજીઆઈ અને એઆઈ ટેન્કોલોજીની મદદથી ફરી જીવંત બનાવવામાં આવ્યું છે Mumbai, તા.૧૧ અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની નવી ફિલ્મ ‘ધમાલ ૪’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની શરૂઆતથી જ નિર્માતાઓએ દર્શકોને એક ખાસ સરપ્રાઇઝ આપ્યું છે. સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિકનું લોકપ્રિય પાત્ર ‘બટા ભાઈ’ સીજીઆઈ અને એઆઈ ટેન્કોલોજીની મદદથી ફરી જીવંત બનાવવામાં આવ્યું છે. ‘ડબલ ધમાલ’માં આ પાત્રે દર્શકોને ખૂબ હસાવ્યાં હતાં અને હવે ફિલ્મની શરૂઆતમાં એનિમેટેડ સીક્વન્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ માટે ફિલ્મના ઓપનિંગ ક્રેડિટ્‌સમાં તેમના પત્ની શશી કૌશિકનો ખાસ આભાર પણ…

Read More

ફિલ્મના નિર્માતા અજય દેવગન, ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, અશોક ઠાકેરિયા, ઇન્દ્ર કુમાર, આનંદ પંડિત અને કુમાર મંગત પાઠક છે Mumbai, તા.૧૧ ટીવીની જાણીતી એક્ટ્રેસ સંજીદા શેખ પહેલી વખત લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ધમાલ ૪’માં જોડાઈ છે. ફિલ્મમાં જોડાવાનો પોતાનો અનુભવ શેર કરતાં તેણે કહ્યું કે આ ફિલ્મે તેને સૌથી મોટી શીખ એ આપી કે પોતાનાં પર હસતાં શીખવું જોઈએ. ફિલ્મમાં અંજલિ આનંદ પણ પ્રથમ વખત ફ્રેન્ચાઇઝીનો ભાગ બની છે, જ્યારે જુની ટીમ ફરી એકવાર નવા ટ્રેઝર હન્ટ પર નીકળતી જોવા મળશે. ‘ધમાલ ૪’ ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા અંગે સંજીદાએ કહ્યું, “મારી પ્રથમ પ્રતિક્રિયા માત્ર ઉત્સાહની…

Read More

ફિલ્મમાં ભારતીય વાર્તાકથનની પરંપરાથી પ્રેરિત સંપૂર્ણપણે નવી સિનેમેટિક દુનિયા રજૂ કરાશે Mumbai, તા.૧૧ લોકકથા આધારિત ફેન્ટસી ફિલ્મ ‘ધ વિવાન’ના નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવાની સાથે તેનું નવું મોશન પોસ્ટર પણ લોંચ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આ ફિલ્મ હવે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.ફિલ્મનું નવું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં ઉપરથી લેવામાં આવેલા દૃશ્યમાં એક યોદ્ધા જેવા દેખાતા પાત્રને એક બળદ અને વાઘની વચ્ચે ઊભેલું દર્શાવવામાં આવ્યું છે. પ્રતીકાત્મક બાબતોથી ભરપૂર આ પોસ્ટર ફિલ્મની મુખ્ય સંઘર્ષકથા અને લોકકથા આધારિત રહસ્યમય વિશ્વની ઝલક આપે છે. પોસ્ટરની ભવ્યતા, બારીકીઓની કલાત્મકતા અને…

Read More