- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Ahmedabad,તા.૧૦ ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તાર અને તેની આસપાસના ૨૦૦ મીટરના બફર ઝોનમાં હવે નવાં સરકારી તથા ખાનગી મકાનોને માત્ર લાઇટ સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઇટ બ્રાઉન રંગથી જ રંગી શકાશે. હેરિટેજ ઝોનમાં એકરૂપતા અને દૃશ્યસૌંદર્ય જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ આ નવી નીતિ અમલમાં મૂકી છે. હેરિટેજ પ્રકારનાં મકાનોમાં આગળના મુખ્ય ભાગ સિવાયની કોતરણી માટે અન્ય રંગોનો ઉપયોગ કરી શકાશે, ઉપરાંત કોટના છ ચોરસ કિમી વિસ્તાર અને ૨૦૦ મીટરના બફર ઝોનમાં આવતાં તમામ નવા સરકારી કે ખાનગી વિકાસ પ્રોજેક્ટ માટે હવે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (એચઆઈએ) ફરજિયાત બનાવાયું છે. એએમસીના જણાવ્યા મુજબ ગત…
Ahmedabad,તા.૧૦ વટવામાં ર૦ દિવસની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ વેચી દેવાની ઘટના માત્ર એક પોલીસ કેસ નથી. આ ઘટનાએ ગેરકાયદે બાળક દત્તક લેવાના કાળા કારોબાર તરફ ફરી એક વાર ધ્યાન દોર્યું છે. બાળકોનાં ખરીદ-વેચાણનું નેટવર્ક વર્ષોથી વિવિધ રાજ્યમાં સક્રિય છે અને તેમાં વચેટિયાઓ, ગરીબ પરિવારો, નકલી દસ્તાવેજો તથા બાળક દત્તક લેવા આતુર દંપતીઓ સુધીની આખી સાંકળ કામ કરતી હોય છે. કાયદાને બાયપાસ કરીને બેબી માર્કેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ભારતમાં બાળકને દત્તક લેવાની કાયદેસર પ્રક્રિયા લાંબી અને કડક હોવાથી કેટલાક લોકો ગેરકાયદે રસ્તો અપનાવે છે. ખાસ કરીને નવજાત બાળકની માગ સૌથી વધુ હોવાથી આવાં બાળકો માટે લાખો રૂપિયાના સોદા…
Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦મીએ પરિણામ
Gandhinagar,તા.૧૦ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થઇ છે પરંતુ તેમાં અનેક બેઠકમાં કારણોવશ કેટલીક બેઠકો ચૂંટણી માટે હવે પેટા ચૂંટણી યોજાવાની છે. જે અંગે હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો અને નોટિફિકેશન પણ થઈ ગયું છે. જે અંતર્ગત તાજેતરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ ૧૫ બેઠકોમાં ચૂંટણી માટેનું મતદાન આવનાર ૨૮ જુલાઈના રોજ યોજવાનું છે. જેમાં મહાનગરપાલિકામાં પેટા ચૂંટણી જોઈએ તો જુનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૩ ની ૧ સામાન્ય બેઠકમાં ચૂંટણી યોજાશે. જ્યારે નગરપાલિકામાં દેવગઢ બારીયાની ૬ બેઠકો અને વિસનગરની ૧ બેઠક મળી…
તા.11-07-2026 શનિવાર તિથિ દ્વાદશી (બારસ) – ૨૬ઃ૦૬ઃ૪૫ સુધી નક્ષત્ર કૃતિકા – ૧૧ઃ૦૪ઃ૨૭ સુધી કરણ કૌલવ – ૧૫ઃ૪૮ઃ૩૦ સુધી, તૈતુલ – ૨૬ઃ૦૬ઃ૪૫ સુધી પક્ષ કૃષ્ણ યોગ ગંડ – ૨૪ઃ૦૫ઃ૧૫ સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૦ઃ૫૮ સૂર્યાસ્ત ૧૯ઃ૨૮ઃ૪૧ ચંદ્ર રાશિ વૃષભ ચંદ્રોદય ૨૭ઃ૧૮ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૬ઃ૨૯ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૭ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ ૧૩ઃ૨૭ઃ૪૨ અશુભ સમય દુર મુહુર્ત ૦૬ઃ૦૦ઃ૫૮ થી ૦૬ઃ૫૪ઃ૪૯ ના, ૦૬ઃ૫૪ઃ૪૯ થી ૦૭ઃ૪૮ઃ૪૦ ના કુલિક ૦૬ઃ૫૪ઃ૪૯ થી ૦૭ઃ૪૮ઃ૪૦ ના દુરી / મરણ ૧૨ઃ૧૭ઃ૫૫ થી ૧૩ઃ૧૧ઃ૪૫ ના રાહુ…
તા.11-07-2026 શનિવાર મેષ આજે વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. વીતેલા દિવસો માં જેટલું ધન તમે પોતાના આજ ને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે. આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે. પરિવાર સાથે કોઈ નજીક ના સંબંધી ની મુલાકાત શક્ય છે અને આ માટે દિવસ સારો છે. જો કે, કોઈપણ જૂની ખરાબ ઘટના નો ઉલ્લેખ કરવા નું ટાળો, નહીં તો વાતાવરણ માં તણાવ સર્જી…
Falguni Vasavada હે ઈશ્વર. આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હાલનાં સમયમાં સુખ સુવિધાનાં સાધનોની રોજ શોધ થાય છે, અને તેથી એક વસ્તુ ઘરમાં આવે તો તરત જ બીજાની ઈચ્છા થાય ! અને એટલે જ વાસ્તવિકતા ગમે તે હોય પણ માનવીની કલ્પનામાં પણ સુખ અને ભોગ જ હોય છે. પરંતુ સાચું ધન સંતોષ છે! એ જ્યાં સુધી સમજાય નહીં, ત્યાં સુધી આ દોડાદોડી યથાવત રહેશે! માટે જ સમય છે ત્યાં ઈશ્વર વિશે જરાં ખોજ કરી લઈએ! મૃત્યુ પછી સ્વર્ગ મળશે જ, એટલે કે શ્રીધામ જ્યાં નિરંતર ઈશ્વરનો વાસ છે, અને પછી…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંડિયા, મહારાષ્ટ્ર 9226229318 વૈશ્વિક સ્તરે, મધ્ય પૂર્વનો ઇતિહાસ ફક્ત યુદ્ધો, તેલ, પરમાણુ કાર્યક્રમો અને રાજદ્વારી સંઘર્ષો દ્વારા જ નહીં, પરંતુ આવનારી પેઢીઓના રાજકારણ અને જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરતી પ્રતીકાત્મક ઘટનાઓ દ્વારા પણ આકાર પામે છે. 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર, આવી જ એક ઘટના બનવા માટે તૈયાર લાગે છે. ફેબ્રુઆરીમાં યુએસ-ઇઝરાયલી હુમલામાં તેમના મૃત્યુ પછી, સુરક્ષા કારણોસર અંતિમ સંસ્કાર તાત્કાલિક યોજી શકાયા ન હતા અને તેને ઘણા મહિનાઓ માટે મુલતવી રાખવા પડ્યા હતા. ઈરાની નેતૃત્વ હવે જુલાઈમાં શરૂ થયેલી બહુ-દિવસીય અંતિમયાત્રાને માત્ર એક ધાર્મિક વિધિ તરીકે નહીં પરંતુ…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, વૈશ્વિક સ્તરે, ભારતમાં ડુંગળી માત્ર એક શાકભાજી નથી, પરંતુ અર્થતંત્ર, રાજકારણ, કૃષિ અને સામાન્ય નાગરિકના રસોડા સાથે સંબંધિત એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. ડુંગળીના ભાવ ઘણીવાર સરકારી નીતિઓને પ્રભાવિત કરે છે અને ચૂંટણી રાજકારણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, જ્યારે કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટે ડુંગળીના સરકારી ખરીદી ભાવમાં આશરે ૧૩.૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો, જે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧,૮૭૫ થી રૂ. ૨,૧૨૫ પ્રતિ ક્વિન્ટલ હતો, જે ૪ જુલાઈ, ૨૦૨૬ થી અમલમાં આવ્યો, ત્યારે તેને ફક્ત ભાવ વધારા તરીકે જ નહીં પરંતુ ખેડૂતો, ગ્રાહકો અને કૃષિ બજાર વચ્ચે સંતુલન જાળવતા એક મહત્વપૂર્ણ આર્થિક નિર્ણય…
Surat,તા.૧૦ શહેરના સચિન વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતી ૨૧ વર્ષીય પ્રિયંકા કુમારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ, પ્રિયંકાકુમારી મૂળ બિહાર રાજ્યની વતની હતી અને છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે સુરતના સચિન વિસ્તારમાં રહેતી હતી. પરિવાર રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયો હતો. પ્રિયંકા અને તેની બહેનો પેપર લાઇનમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે સહારો આપતી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે પ્રિયંકાએ પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી કામ પર જવાનું…
પીએમ લક્સન એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા Auckland,તા.૧૦ નરેન્દ્ર મોદી ૪૦ વર્ષમાં ન્યુઝીલેન્ડની મુલાકાત લેનારા પ્રથમ વડા પ્રધાન બન્યા છે. મોદી શુક્રવારે તેમના ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન પોતે ઓકલેન્ડ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદી ન્યુઝીલેન્ડમાં વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. તેઓ ભારતીય સમુદાયને સંબોધિત કરવાના પણ છે.મોદીનું સ્વાગત રેડ કાર્પેટ સાથે કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય અને ન્યુઝીલેન્ડની સેનાના પ્રતિનિધિઓ પણ હાજર હતા. વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને તેમનું સ્વાગત કર્યું અને આગમન પર તેમને ભેટી પડ્યા. વડા પ્રધાન લક્સને કહ્યું કે પીએમ મોદીની મુલાકાત ન્યૂઝીલેન્ડ માટે…
