Author: Vikram Raval

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૧ Jamnagarમાં ચાર વર્ષ અગાઉ એક પરપ્રાંતીય પરિણીતાની છેડતી કરી અને તેનો વિરોધ કરનાર પતિ પર હુમલો કરવાના કેસમાં અદાલતે આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ. ૩ હજારનો દંડ ફટકાર્યો છે. કેસની હકીકત મુજબ, જામનગરના દિગ્વિજય વૂલન મિલ રોડ પર આવેલા યાદવનગર વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતીય પરિણીતા તા. ૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ મંદિરેથી પરત ફરી રહી હતી. તે દરમિયાન આનંદ સોસાયટીમાં રહેતો મની પાનીકર ઉર્ફે સોનુ સુકદાન પાનીકર (ઉ.વ. ૩૪) મહિલાનો પીછો કરી તેની ચુંદડી પકડી છેડતી કરી હતી. ફરિયાદ મુજબ, આરોપી અગાઉ પણ અનેક વખત મહિલાને હેરાન-પરેશાન કરતો હતો. આ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૧ Jamnagar તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં ફરી એકવાર દીપડાના આંટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાએ ગામની સીમમાં એક કૂતરાનું મારણ કરતાં વનવિભાગે દીપડાને પકડવા માટે ફરી એક વખત પાંજરું ગોઠવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. માહિતી મુજબ, પખવાડિયા પહેલાં નવી મોખાણા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો. વનવિભાગની તપાસ દરમિયાન દીપડાના પગલાં અને અન્ય નિશાન મળતાં બે સ્થળે મારણ મૂકી પાંજરાં ગોઠવવામાં આવ્યા હતા. જોકે દીપડો પાંજરા સુધી આવ્યો હોવા છતાં ટ્રેપને નુકસાન પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યો હતો.ત્યારબાદ થોડા દિવસ સુધી દીપડો નજરે ન ચડતાં પાંજરાં હટાવી લેવામાં આવ્યા હતા. દરમિયાન ખીમલીયા…

Read More

મુંબઇ,તા.૧૧ આકાંક્ષા રંજન કપૂર તેના બોયફ્રેન્ડ શરણ શર્મા સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, અને લગ્ન પહેલાની ઉજવણીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.આ દંપતીએ મુંબઈમાં એક સંગીત સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સહિત તેમના ઘણા મિત્રોએ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, આલિયા શાહરૂખ ખાનની ૨૦૦૩ની ફિલ્મ “કલ હો ના હો” ના ગીત “માહી વે” પર ડાન્સ કરતી જોવા મળી હતી. આકાંક્ષા રંજન કપૂરની બહેન અનુષ્કા રંજન અને તેના પતિ આદિત્ય સીલ પણ ઉજવણીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આ લગ્ન પહેલાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,…

Read More

Mumbai,તા.૧૧ ટીવી અભિનેત્રી અને “બિગ બોસ ઓટીટી ૨” સ્પર્ધક પલક પુર્સવાનીએ તેના બોયફ્રેન્ડ, માર્કેટિંગ પ્રોફેશનલ રોહન ખન્ના સાથે ૨૬ જૂને તમિલનાડુના કોઈમ્બતુરના શાંત ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કર્યા. તેમના ખાનગી લગ્નના થોડા દિવસો પછી, અભિનેત્રીએ તેમના ખાસ દિવસના પહેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. અગાઉ, એપ્રિલ ૨૦૨૫ માં, રોહને તુર્કીના કેપ્પાડોસિયામાં એક સુંદર સ્થાન પર પલકને પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ બંનેએ સગાઈ કરી હતી. અભિનેત્રીએ તેમના લગ્નના લગભગ ૧૬ દિવસ પછી તેના પતિ સાથેના કેટલાક સુંદર ફોટા શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી હતી. એક સંયુક્ત પોસ્ટમાં તેમના લગ્નના ફોટા શેર કરતા, પલક પુર્સવાનીએ લખ્યું, “કેટલીક પ્રેમકથાઓ…

Read More

બીજા લગ્ન બાદ પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી જાહેરમાં ત્રણ વખત ’તલાક’ બોલ્યાનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૧ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ મથકમાં એક પરિણીત મહિલાની ફરિયાદના આધારે મુસ્લિમ મહિલા (લગ્ન અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૪ હેઠળ પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સિક્કા ખાતે રહેતી હીનાબેનના લગ્ન વર્ષ ૨૦૨૦માં સલાયાના રહેવાસી હસન હમીદ ભાયા સાથે મુસ્લિમ રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના લગભગ ત્રણ વર્ષ સુધી દામ્પત્ય જીવન સારું ચાલ્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ નાની-નાની બાબતે ઝઘડા કરી ગાળો બોલતો, મારપીટ કરતો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૧ Jamnagar શહેર અને જિલ્લામાં દારૂના વેપાર સામે પોલીસે સઘન ઝુંબેશ ચલાવી અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી વિદેશી તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા આરોપી ફરાર થઈ ગઈ હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે.સીટી બી. ડિવિઝન પોલીસે વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં દરોડો પાડી ક્રિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.વ. ૨૨), રહે. શાંતિનગર, મચ્છરનગરને ભારતીય બનાવટના વિદેશી દારૂના ૭૦ ચપલા કિંમત રૂ. ૨૧,૦૦૦ સાથે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે જ નાગનાથ ગેઇટ રોડ સ્મશાન પાસે દરોડો પાડી ગૌતમ ઉર્ફે ગટ્ટી રમેશભાઈ પરમાર (ઉ.વ. ૨૧), રહે.…

Read More

મોટરસાયકલને રિક્ષા અથડાતાં થયેલા ઝઘડામાં એકને ગંભીર ઇજા; ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૧ Jamnagar શહેરમાં રિક્ષા અને મોટરસાયકલ અથડાવવાની સામાન્ય બાબત ઉગ્ર ઝઘડામાં ફેરવાતા એક યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ ટીટોડીવાડી સિલ્વર સોસાયટીમાં રહેતા સકીલભાઈ અબ્બાસભાઈ સુમરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બપોરના સમયે તેમના ઘરની બહાર અવાજ આવતાં બહાર નીકળતાં જુનેદ જાનમામદ બ્લોચની રિક્ષા તેમની મોટરસાયકલ સાથે અથડાઈ હતી. આ બાબતે ઠપકો આપતાં જુનેદ ગાળો બોલવા…

Read More

(મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૧૧ સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવાની ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. મૂળી પોલીસ મથકના ગંભીર પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.ઘટનાની વિગત મુજબ, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી સુરેન્દ્રનગર વિસ્તારમાં આવી રહ્યો છે. જેના આધારે ટીમે વોચ ગોઠવી સુરેન્દ્રનગરના ટાગોરબાગ પાસેથી વાવ-થરાદના બીયોક ગામના આરોપી પરેશ રૂપસિંહભાઈ લુહારને હસ્તગત કર્યો હતો.છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર ભાગતા આ આરોપીની ધરપકડ કરી, સુરેન્દ્રનગર પોલીસે આગળની…

Read More

મુંબઇ,તા.૧૧ “રોકી ઔર રાની કી પ્રેમ કહાની” માં તેની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી અંજલિ આનંદે કહ્યું છે કે તેણીને ઘણીવાર તેના શરીરના પ્રકારને કારણે ફિલ્મો અને શોમાં કાસ્ટ કરવામાં આવે છે, જ્યારે ફિલ્મ નિર્માતાઓને ખ્યાલ નથી હોતો કે તેણી પાસે ઉત્તમ અભિનય કૌશલ્ય છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેને તેની પ્રતિભાને કારણે નહીં, પરંતુ તેના શરીરને કારણે ભૂમિકાઓ ઓફર કરવામાં આવે છે. હાલમાં કોમેડી “ધમાલ ૪” માં અભિનય કરી રહેલી અંજલિએ તેની ફિલ્મી સફર વિશે સ્પષ્ટતાથી વાત કરી. તેણીને એક સમયે તેના શરીરના પ્રકારને કારણે કામ મળ્યું હતું. પીટીઆઈ સાથેની એક મુલાકાતમાં, તેણીએ કહ્યું કે તેણીને મોટાભાગની અભિનયની તકો…

Read More

સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત Junagadh તા.૧૧ Junagadh જિલ્લાના મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના એક પરિવારની અર્ટિગા કાર રસ્તા પર બંધ ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ૪ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત અતિ ગંભીર છે. આ સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. મળતી વિગતો મુજબ, બનાસકાંઠા જિલ્લાનો આ પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન અર્થે…

Read More