Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»બકરીના દૂધના ફાયદા
    લેખ

    બકરીના દૂધના ફાયદા

    Vikram RavalBy Vikram RavalMay 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રક્તપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડુ પીએ છે અને પરિશ્રમ (ચાલવું, દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી અને નિર્દોષ ગણાય છે. બકરીનું દૂધ જલ્દી પચે છે. તેથી નાના બાળકો માટે તે બહુ અનુકૂળ છે. બકરીનાં દૂધનું ફીણ વાત, પિત્ત અને કફનો નાશ કરનાર, રૂચિ ઉપજાવનાર, બળને વધારનાર જઠારાગ્નિ વધારનાર, મૈથુનશક્તિ વધારનાર, અમ્લપિત્ત (એસીડીટી), જુના તાવ વગેરેમાં લાભદાયક છે. બકરીનું દહીં ઉત્તમ, ઝાડાને રોકનાર, હલકું, ત્રણેય દોષને હણનાર, શ્વાસ, ઉધરસ, ટી.બી. રોગમાં તથા દુબળાપણામાં વખણાય છે. બકરીનું ઘી આંખ અંગે હિતકારી, બળને વધારનાર, શ્વાસ, ટી.બી. ઉધરસ વગેરે પરહિતકારી છે. પાંડુરોગ, અમ્લપિત્ત શોષ, પેટના રોગો, ઝાડા, બળતરા, સોજીમાં બકરીના દૂધનાં ઉપયોગ હિતકાર છે.સ્ત્રીઓને યોનિના રોગો, શુક્ર સંબંધિ રોગો, મૂત્રના વિકારો, મળ ગંઠાઈ ગયા હોય, વાયુ ના વિકારો, પિત્તના વિકારોમાં પણ હિતકારી છે. બકરી સામાન્ય રીતે જે પાલો ખાય છે તેમાં ફેરફાર કરવાથી તેની દૂધની ગુણવત્તામાં ફેરફાર આવશે. રાત્રે પશુ હેરફેર ઓછું કરતું હોવાથી સવારે દોહવાતું દૂધ દિવસ દરમ્યાનના દૂધ કરતાં પચવામાં માર પડે છે.

    બકરીનું દૂધ એ કુદરતી રીતે એકરસ અને સરળતાથી તેને જ પચી જાય છે. બકરીનું દૂધ માત્ર વીસ મિનિટમાં જ પચી જાય છે. બકરીના દૂધમાં રહેલા ચરબીના બે માઇક્રોન જેટલા નાના કણોને લીધે એકરસ લાગે છે. રાયબોફલેવિન અને બાયોટીન, પેન્ટોથેનિક એસીડ, વિટામીન ડી અને પોટેશિયમ માટે બકરીનું દૂધ એ ઘણું ઉત્તમ છે. બકરીનું દૂધ ઓછો કોલેસ્ટ્રોલ, વધારે કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી ધરાવે છે. બકરીના દૂધ તારા વજનમાં વધારો, લોહીમાં વિટામીન, લોહતત્વોનો વધારો અને શરીરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળેલ છે. બાળકોના દુગ્ધ આહાર માટે બકરીનું દૂધ ખૂબ જ અગત્યતા પ્રતિપાદિત કરેલ છે. બકરીના દૂધનું દહી નરમ છે. દૂધમાંથી સ્વાદિષ્ટ ચીઝ બને છે, જે લોકો ખૂબ પસંદ કરે છે. ઘણા સંશોધન દ્વારા નોંધપાત્ર ઠરેલ છે કે બકરીનું દૂધ એ હૃદય, આંતરડાને તથા ખોરાકની પાચકતા અને પોષણ સંબંધિત રોગોના દર્દીઓની સારવારમાં ખૂબ જ મહત્વનું પૂરવાર થયેલ છે. બકરીઓનું દોહન, સાફ સફાઈ, ચરણમાં લઈ જવી વગેરે માવજતના કામ કૌટુંબિક સભ્યો,સ્ત્રીઓ, બાળકો વગેરે કરતા હોવાથી મજૂરી ખર્ચ ચઢતો નથી. દૂઝણી બકરી દીઠ વાર્ષિક ખર્ચ સરેરાશ રૂ. ૬૦૦–૭૦૦ થાય છે. જ્યારે દૂધ, ખાતર વગેરે મળી અંદાજિત આવક રૂા ૧૩૦૦–૧૫૦૦ થાય છે. આમ બકરી દીઠ ચોખ્ખો નફો રૂ. ન ૭૦૦–૮૦૦ થાય છે.

    બકરીના દૂધમાં થી દહી, ચીઝ જેવી બનાવટો બનાવી શકાય છે. શહેરી વિસ્તારના ઉપયોગ માટે માવા, ધી, મસ્કો બનાવવામાં આવે છે. આ દૂધમાંથી પનીર પણ સારા બને છે. આ દૂધને ૧૦ થી ૨૫% ની માત્રામાં ભેંસના દૂધ સાથે ભેળવી ચીઝ બનાવવામાં આવે તો સુંદર પ્રકારનું ચીઝ દસ મહિનાને બદલે ચાર થી છ મહિનામાં તૈયાર થઈ શકે છે. ભેંસ અને બકરીના દૂધની એકસરખી માત્રાના મિશ્રણથી સુંદર ગુણવત્તાવાળું મોનોરેલા ચીઝ જે પીઝા બનાવવામાં વપરાય છે. તે સારી બની શકે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ નિયમીત બકરીનું દૂધ પીતા અને તેમણે પોતે પણ બકરીના દૂધ પીવાનો સૌને સારો એવો પ્રચાર-પ્રસાર કર્યો હતો.

    –મિતલ ખેતાણી(મો.98242 21999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026
    લેખ

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026
    લેખ

    તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ

    July 11, 2026
    ધાર્મિક

    ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?

    July 10, 2026
    લેખ

    શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?

    July 10, 2026
    લેખ

    ખેતરથી વૈશ્વિક બજાર સુધી: શું નવી સરકારી ડુંગળીના ભાવ ભારતને કૃષિ મહાસત્તા બનાવવા તરફ નિર્ણાયક પગલું છે?

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.