Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026

    Jamnagarના મોખાણા ગામે ફરી દીપડાના આંટાફેરા, કૂતરાનું મારણ કર્યું,ભયનો માહોલ

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં
    • Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ
    • Jamnagarના મોખાણા ગામે ફરી દીપડાના આંટાફેરા, કૂતરાનું મારણ કર્યું,ભયનો માહોલ
    • Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો
    • ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી
    • Jamnagar સિક્કામાં પરણિત મહિલાને ત્રિપલ તલાક આપ્યાની ફરિયાદઃ પતિ સામે ગુનો નોંધાયો
    • Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalMay 29, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચાંદીના વાયદામાં રૂ.982નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.10 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.20નો મામૂલી સુધારો

    કોમોડિટી વાયદાઓમાં રૂ.18843.05 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41629.88 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 15824.18 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21880 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.60473.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18843.05 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41629.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 21880 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1011.55 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15824.18 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.94900ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95324 અને નીચામાં રૂ.94500ના મથાળે અથડાઈ, રૂ.95278ના આગલા બંધ સામે રૂ.10 વધી રૂ.95288ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.331 ઘટી રૂ.76412ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.46 ઘટી રૂ.9607ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.39 ઘટી રૂ.95138ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.95584ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96069 અને નીચામાં રૂ.94900ના સ્તરને સ્પર્શી, રૂ.95989ના આગલા બંધ સામે રૂ.620 ઘટી રૂ.95369ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.97562ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98400 અને નીચામાં રૂ.97545ના મથાળે અથડાઈ, રૂ.97255ના આગલા બંધ સામે રૂ.982 વધી રૂ.98237 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.900 વધી રૂ.98117ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.889 વધી રૂ.98103ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 1152.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.5.5 વધી રૂ.861.3ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો રૂ.1.25 વધી રૂ.256.6 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 95 પૈસા વધી રૂ.236ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 25 પૈસા ઘટી રૂ.178.45ના ભાવે બોલાયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 1992.23 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5351ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5398 અને નીચામાં રૂ.5305ના મથાળે અથડાઈ, રૂ.5306ના આગલા બંધ સામે રૂ.20 વધી રૂ.5326 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.20 વધી રૂ.5329 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.8 ઘટી રૂ.302.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.2.8 ઘટી રૂ.302.6ના ભાવે બોલાયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.916.1ના ભાવે ખૂલી, રૂ.1.3 વધી રૂ.914.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.20 ઘટી રૂ.54500ના ભાવે બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 12248.48 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3575.70 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 711.52 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 120.07 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 13.32 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 308.04 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 690.96 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1301.27 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.55 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.33 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15508 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 37078 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11202 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 151221 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 14733 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19825 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 36577 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 136091 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14577 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15074 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 21900 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21900 પોઇન્ટના સ્તર અને નીચામાં 21854 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 108 પોઇન્ટ ઘટી 21880 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4 વધી રૂ.144.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 40 પૈસા વધી રૂ.18.7 થયો હતો.

    સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.79.5 વધી રૂ.1982ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.479.5 વધી રૂ.2602.5 થયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.25 વધી રૂ.12.79ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 77 પૈસા વધી રૂ.4.1 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.13.6 ઘટી રૂ.168.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.17.85ના ભાવે બોલાયો હતો.

    સોનું જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.19 ઘટી રૂ.1458 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.387 ઘટી રૂ.1879ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.53 ઘટી રૂ.12.81ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 47 પૈસા ઘટી રૂ.2.28ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા સામે સ્થાનિક ખરીદી: Indian Market કેટલું સુરક્ષિત…!?

    July 9, 2026
    વ્યાપાર

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026
    વ્યાપાર

    વેચવાલી અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે Stock Market માં સાવચેતીનો માહોલ…!!!

    July 7, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026

    Jamnagarના મોખાણા ગામે ફરી દીપડાના આંટાફેરા, કૂતરાનું મારણ કર્યું,ભયનો માહોલ

    July 11, 2026

    Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો

    July 11, 2026

    ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી

    July 11, 2026

    Jamnagar સિક્કામાં પરણિત મહિલાને ત્રિપલ તલાક આપ્યાની ફરિયાદઃ પતિ સામે ગુનો નોંધાયો

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026

    Jamnagarના મોખાણા ગામે ફરી દીપડાના આંટાફેરા, કૂતરાનું મારણ કર્યું,ભયનો માહોલ

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.