પીસીબી એ દરોડો પાડી 46 બોટલ શરાબ મળી રૂપિયા 29 614 નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.04
શહેર પંથકમાં દેશી વિદેશી શરાબની બદી કડક હાથે ડામી દેવા ના આદેશો અને શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ની સુચના ના પગલે શહેર પીસીબી ની ટીમે ન્યુ સાગર સોસાયટી ના રહેણાંક મકાનમાંથી કુખ્યાત શખ્સને ૪૭ બોટલ શરાબ સાથે ઝડપી ઝડપી લઇ ભાગી ગયેલા તેના સાગરીત ને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વિકટર મુજબ દેશી વિદેશી શરાબ સામેની ઝુંબેશ અન્વયે પીસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઇ મહિપાલસિંહ દશરથસિંહ, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, હરદેવસિંહ જગતસિંહ ને મળેલી બાતમીના આધારે ન્યુ સાગર સોસાયટી શેરી નંબર 5 કોઠારીયા રોડ નજીકના મકાનમાં રેડ કરી ગોંડલ , જેતપુર કેશોદ પોલીસ મથકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા યાસીન હબીબ નારેજા 33 મહેશ્વરી સોસાયટી ડ્રાઇવર ને વિદેશી દારૂની 46 બોટલ કિંમત રૂપિયા 29 614 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો દરમિયાન તેનો સાગરી સિરાજ રજાક લીંગડીયા ભાગી ગયો હતો.