Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
    ગુજરાત

    CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વડાપ્રધાને જન બળ, જન શક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની પરંપરા વિકસાવી છે

    Palanpur,તા.૩૦

    વડાપ્રધાનનરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.

    વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ થયેલા “કેચ ધ રેઈન” અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અને મહાનુભાવોએ જે.સી.બી અને ટ્રેકટરને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કુવાનું ઉદ્દઘાટન કર્યું હતું.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનબળ એટલે કે, જનશક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની પરંપરા વિકસાવી છે. ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં વડાપ્રધાનએ જળશક્તિ, જનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે. વડાપ્રધાન હંમેશા કહે છે કે, પાણી એ વિકાસની પહેલી શરત છે. શ્રી નરેન્દ્રભાઇએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી હતી કે ન પૂરતું પાણી. આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામથ્યર્શ્રી નરેન્દ્રભાઇએ આપણામાં કેળવ્યું છે. તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળસંગ્રહ, જળસંચય, ચેકડેમ-બંધારાના વિરાટ અભિયાનમાં જોડી. તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. વડાપ્રધાનએ આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવાની દિશા આપી છે. એમ પણ મુખ્યમંત્રીએ કહ્યુ હતું.

    સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનએ ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યાં છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ ૫૦ હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. એમાં બનાસ ડેરીના સહયોગથી ૨૫ હજાર રિચાર્જ કૂવા બનવાના છે. બનાસ ડેરીની આ પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીએ શ્રી શંકરભાઈ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તેવો મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જનભાગીદારીથી શરૂ કરાવ્યા છે.ચોમાસાના વહી જતાં પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કૂવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે. તેમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતુ.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, કૃષિના ઋષિ એવા ખેડૂતો કૃષિક્રાંતિ કરી શકે તે માટે પણ જળસિંચન મહત્વનું અંગ છે. પ્રાકૃતિક ખેતી- સૌ સમસ્યાઓનું સમાધાન છે. રાજ્યમાં પૂરતું પાણી મળવાથી ખેતી અને ખેત ઉત્પાદન પણ વધ્યાં છે. આપણે ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા રાસાયણ ખાતર મુક્ત ખેતી, પ્રાકૃતિક ખેતી પર ફોકસ કર્યું છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવી બન્નેનું સ્વાસ્થ્ય બગડે છે. આજે નાની વયે બી.પી, સુગર, હાર્ટઅટેક જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.વડાપ્રધાનશ્રીએ આ સ્થિતિ સુધારવા માટે ‘બેક ટુ બેઝિક’ નો મંત્ર આપ્યો છે. અને પ્રાકૃતિક ખેતીની મૂહિમ ઉપાડી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાનનરેન્દ્ર મોદી તથા દેશની સૈન્ય શક્તિને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઓપરેશનની સફળતાથી આપણા સૈન્યબળની બહાદુરી અને શૌર્યને દેશભરનું જનબળ તિરંગા યાત્રાથી બિરદાવી રહ્યું છે. ત્યારે આપણે સૌ પણ દેશના જવાનોનું ભારત માતા કી જયના નારાથી સન્માન કરીએ એમ ગર્વભેર જણાવ્યું હતું.

    Chief Minister Bhupendra Patel Palanpur well recharge campaign
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026
    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    ગુજરાત

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.