Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવે કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ખાદીને જીવનમંત્ર બનાવનાર અને કોમી એકતા માટે પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાની રજબઅલી ગુલામઅલી લાખાણી
    લેખ

    ખાદીને જીવનમંત્ર બનાવનાર અને કોમી એકતા માટે પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાની રજબઅલી ગુલામઅલી લાખાણી

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 8, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ધર્મથી ઉપર દેશ… દેશથી ઉપર માનવતા; કોમી સૌહાર્દની રક્ષા કરતાં ૧ જુલાઈ, ૧૯૪૬ના રોજ શહીદ થઈ રાષ્ટ્રીય એકતાનો અવિનાશી સંદેશ આપ્યો

    આલેખન ભાવિકા લીંબાસીયા

    માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    કેટલાક શહીદોના નામ ઇતિહાસના સુવર્ણ અક્ષરોમાં અંકિત થયા છે, તો કેટલાક એવા પણ છે જેમણે કોઈ પ્રતિફળની અપેક્ષા વિના રાષ્ટ્રસેવાના માર્ગૅ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. પોતાના ધર્મ કરતાં દેશને અને પોતાની સુરક્ષા કરતાં માનવતાને વધુ મહત્ત્વ આપનાર આવા વિરલ વ્યક્તિત્વોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સ્વાતંત્ર્ય સેનાની રજબઅલી ગુલામઅલી લાખાણીનું નામ ગૌરવપૂર્વક લેવામાં આવે છે. ખાદીને જીવનમંત્ર બનાવનાર આ યુવાને સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય યોગદાન આપ્યું અને અંતે કોમી સૌહાર્દની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દેશભક્તિનો અનોખો આદર્શ સ્થાપ્યો.

    ૨૨ જુલાઈ, ૧૯૧૯ના રોજ જન્મેલા રજબઅલી ગુલામઅલી લાખાણીનો વિદ્યાર્થીકાળ કરાચીમાં પસાર થયો હતો. બાળપણથી જ તેઓ અભ્યાસપ્રેમી, જિજ્ઞાસુ અને વાંચનના શોખીન હતા. તે સમય દરમિયાન દેશભરમાં ચાલી રહેલી રાષ્ટ્રીય ચળવળ અને સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓએ તેમના મન પર ઊંડી અસર કરી. ૧૯૩૦ના દાંડીકૂચ અને સવિનય કાનૂનભંગ આંદોલનથી પ્રેરાઈ તેમણે વિદેશી કપડાંનો ત્યાગ કરીને ખાદી અપનાવી અને માંસાહાર પણ છોડી દીધો. પરિવારના વિરોધ છતાં તેઓ પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા.

    કરાચીમાં બબલભાઈ મહેતાના સંપર્કમાં આવ્યા બાદ તેમના રાષ્ટ્રવાદી વિચારોને વધુ દિશા મળી. અભ્યાસમાં તેજસ્વી રજબઅલી શિક્ષકો અને સહાધ્યાયીઓમાં લોકપ્રિય હતા, પરંતુ તેમના માટે વ્યક્તિગત કારકિર્દી કરતાં દેશસેવા વધુ મહત્ત્વની હતી. ભાવનગર આવ્યા બાદ તેમણે સ્વાતંત્ર્ય સેનાની વજુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યુવાનોને સંગઠિત કરવાનું કાર્ય શરૂ કર્યું. દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાથી ઓતપ્રોત સ્વયંસેવકો તૈયાર કરવા માટે તેમણે યુવા સંગઠનની રચના કરી. ધીમે ધીમે તેમણે અભ્યાસને પાછળ મૂકી પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવાના કાર્ય માટે સમર્પિત કરી દીધું. વર્ષ ૧૯૩૮માં તેઓ રાજકોટ સત્યાગ્રહમાં જોડાયા. યુવાનો સાથે સરઘસો યોજવા, રાષ્ટ્રીય ભાષાના પ્રચાર માટે જનજાગૃતિ ફેલાવવી અને સ્વાતંત્ર્યના સંદેશને ગામેગામ પહોંચાડવા તેમણે સતત પ્રયત્નો કર્યા. ત્યારબાદ તેઓ કોંગ્રેસ સેવા દળના સક્રિય સ્વયંસેવક બન્યા. સેવા દળના દળપતિ વસંતરાય સાથે તેમની ગાઢ મિત્રતા બંધાઈ અને બંનેએ અનેક રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સાથે મળીને કાર્ય કર્યું.

    રાજકોટ સત્યાગ્રહથી ’ભારત છોડો’ આંદોલન સુધી સક્રિય યોગદાન; સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક વખત જેલવાસ ભોગવ્યો

    ૧૯૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી અને જેલવાસ ભોગવવો પડ્યો. જેલની કઠિન પરિસ્થિતિઓએ તેમના મનોબળને વધુ મજબૂત બનાવ્યું. ૧૯૪૨ના ’ભારત છોડો’ આંદોલન દરમિયાન તેઓ ફરીથી સક્રિય બન્યા. આ આંદોલન દરમિયાન તેમની બે વખત ધરપકડ કરવામાં આવી અને ભાવનગરની જેલમાં કેદ કરવામાં આવ્યા. અનેક મુશ્કેલીઓ અને સરકારી દમન છતાં તેમની દેશસેવાની ભાવના ક્યારેય નબળી પડી નહિ. ૧૯૪૬માં તેઓ કોંગ્રેસ સેવા દળના કાર્ય માટે અમદાવાદ સ્થાયી થયા. દેશ સ્વાતંત્ર્યના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ અનેક સ્થળોએ કોમી તણાવ અને હિંસાની ઘટનાઓ બની રહી હતી. આવી પરિસ્થિતિમાં રજબઅલી લાખાણી અને તેમના સાથી વસંતરાય લોકોમાં શાંતિ, ભાઈચારો અને માનવતાનો સંદેશ ફેલાવવા માટે સતત કાર્યરત રહ્યા.

    પરંતુ ૧ જુલાઈ, ૧૯૪૬ના રોજ અમદાવાદમાં ભડકેલા કોમી હુલ્લડ દરમિયાન તોફાની ટોળાએ રજબઅલી લાખાણી અને વસંતરાય પર જીવલેણ હુમલો કર્યો. માનવતા અને કોમી એકતાની રક્ષા માટે કાર્ય કરતાં કરતાં બંને મિત્રોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. તેમનું આ બલિદાન સ્વાતંત્ર્ય સંગ્રામનો જ નહીં, પરંતુ માનવતા અને રાષ્ટ્રીય એકતાનો પણ અમૂલ્ય વારસો બની રહ્યું છે. રજબઅલી લાખાણી અને વસંતરાયના જીવન, સંઘર્ષ અને બલિદાનને ચિરંજીવ બનાવવા માટે ’વસંત-રજબ સ્મારક ગ્રંથ’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથ તેમના રાષ્ટ્રપ્રેમ, સેવાભાવ અને કોમી સૌહાર્દના મૂલ્યોને આજે પણ જીવંત રાખે છે.

    અમદાવાદમાં વસંત અને રજબની અમર જોડી અને તેમની કોમી એકતાની યાદોને જીવંત રાખવા માટે સરકારી અને સામાજિક સ્તરે અનેક સ્મારકો, મ્યુઝિયમ અને શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા ગાયકવાડ હવેલીના ઐતિહાસિક વૉચ ટાવર ખાતે ત્રિ-સ્તરીય ’બંધુત્વ સ્મારક’નું ઉદૃઘાટન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં બંને શહીદોના જીવન ચરિત્ર, તેમના અસલી ફોટોગ્રાફ્સ, જેલના રેકોર્ડ, ચશ્મા અને તે સમયના અખબારોના કટિંગ્સ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જમાલપુર વિસ્તારમાં જે ચોક્કસ જગ્યાએ વસંત અને રજબે હિંસક ટોળા સામે પોતાના પ્રાણની આહુતિ આપી હતી, ત્યાં તેમની યાદમાં એક ભવ્ય એકતા સ્તંભ અને બંને મિત્રોની કાંસાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.

    આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતા આજે જ્યારે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરીએ છીએ, ત્યારે રજબઅલી ગુલામઅલી લાખાણીનું જીવન આપણને એક અનોખો સંદેશ આપે છે  સાચો દેશપ્રેમ દરેક સંજોગોમાં માનવતાની રક્ષા કરવામાં અને રાષ્ટ્રહિતને સર્વોપરી માની એકતા, સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યોને જીવંત રાખવામાં રહેલો છે. આવા વિસ્મૃત રત્નોની ગાથાઓ જ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને સાચા અર્થમાં પૂર્ણ બનાવે છે.

    Bhavika Limbasiya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતંત્રી લેખ… મંદિર સંચાલકોને તૈયાર કરવાનો સમય છે
    Next Article Amreli: નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખની સરાહનીય કામગીરી
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    બ્રહ્મવૈવર્ત પુરાણાનુસાર Ganesh પ્રાગટ્યની પૌરાણિક મહાકથા

    September 20, 2026
    લેખ

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026
    લેખ

    ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ

    September 15, 2026
    લેખ

    સભ્યતા, સંસ્કાર અને સમર્પણની ભૂમિ એટલે India

    September 15, 2026
    લેખ

    Rishi Panchami અને સામા પાંચમ ઋષિ સંસ્કૃતિનું પૂજન-વૈચારિક ક્રાંતિ અને ગુરૂઋણ સ્વીકારનું દિવ્ય પર્વ

    September 14, 2026
    લેખ

    મંગળવારે Rishi Panchamiનુ વ્રત રહેવાથી જીવનના બધા અશુભ દોષો નાશ પામે છે

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,270
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 15:02
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત, ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.