(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૫ઃ
Morbi સહીત ગુજરાતના ખેડૂતોના પ્રશ્ને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તા. ૨૨ ઓક્ટોબરના રોજ મોરબીમાં ખેડૂતોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ અગ્રણી લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા સહિતના નેતાઓએ સરકાર પર પ્રહારો કર્યા હતા અને ખેડૂત મહાસભા અંગે માહિતી આપી હતી
પત્રકાર પરિષદમાં લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે ચાર માસથી મોરબી અને સૌરાષ્ટ્રના ખેડૂતો વીજ કંપનીની દાદાગીરી સામે લડત ચલાવી રહ્યા છે તંત્ર પોલીસની મદદથી ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માટે કામગીરી કરી રહ્યું છે ખેડૂતોની જમીનમાં બળજબરીથી વીજપોલ નાખવાની કામગીરી થઇ રહી છે માત્ર મોરબી જ નહિ સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર સામે લડત ચલાવી રહ્યા છે અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા તા. ૨૨ ના રોજ શનાળા-રાજપર રોડ પર ખેડૂત મહાસભા યોજાશે ખેડૂતોને વીજ થાંભલામાં પૂરું વળતર અને માસિક ભાડું ચૂકવાય તેવી માંગ સાથે ખેડૂત મહાસભા યોજાશે ખેડૂત મહાસભા તા. ૨૨ ના રોજ શનાળા-રાજપર રોડ પર યોજાશે જેમાં કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના પ્રદેશ આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહેશે
કોંગ્રેસ અગ્રણી લલિત વસોયાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ માં ગુજરાત સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી છે વીમા યોજનાથી મોરબી જીલ્લાના ખેડૂતોને કરોડોનું વળતર મળ્યું હતું પરંતુ યોજના બંધ થતા હવે કુદરતી આફતોમાં ખેડૂતોને મોટું નુકશાન સહન કરવું પડી રહ્યું છે આ વર્ષે સૌરાષ્ટ્રમાં અપૂરતો વરસાદ વરસ્યો છે જેથી સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેમજ પશુપાલકો માટે ઘાસચારાની પુરતી વ્યવસ્થા અને સહાયની માંગ કરી હતી

