Vadodara,તા.08
વડોદરાના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે મગરના હુમલાની એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. દેવ નદીમાં પાણી લેવા ગયેલા એક યુવકને મગર ખેંચી ગયો હતો અને કલાકો સુધી તેનો મૃતદેહ મોઢામાં દબોચીને નદીમાં ફરતો રહ્યો હતો. આખરે આજે (આઠમી મે) સવારે મગરે મૃતદેહ છોડી દેતા ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વાઘોડિયાના વ્યારા નજીક આવેલા કાગડીપુરા ગામે રહેતો મિથુન વસાવા નામનો યુવક ગઈકાલે (સાતમી મે) બપોરે દેવ નદીના કિનારે પાણી લેવા માટે ગયો હતો. આ દરમિયાન નદીમાં ઓતરાઈને બેઠેલા વિશાળકાય મગરે અચાનક હુમલો કરી મિથુનને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો.

