જાહેરમાં રાત્રિના સવા બાર વાગ્યાના અરસામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમે છે
Jamnagar ,તા.૧૨
જામનગરમાં ધરાનગર વિસ્તારમાં શોપિંગ સેન્ટર પાસે જાહેરમાં રાત્રિના સવા બાર વાગ્યાના અરસામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા સમય નાસભાગ થઈ હતી.
પોલીસે બનાવના સ્થળેથી જુગાર રમી રહેલા કાસમ કરીમભાઈ વાઘેર, સવિતાબેન કાસમભાઈ સાંગાણી, અને નરગીસ અલ્તાફભાઈ ચાવડા, નામની બે મહિલા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨૭૦૦૦ ની રોકડ રકમ તથા જુગારનો સામાન કબજે કર્યો છે.
પોલીસના દરોડા સમયે જાવીદ જુસબભાઈ ગજણ, હુસેન ઉર્ફ દુળકીયા-સુમરા, અને હુસેન નંદલાલ વાઘેર ભાગી છૂટયા હોવાથી ત્રણેયને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.