Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ethanolથી ખેડૂતોને લાભ? મકાઇ – શેરડીના પૂરતા ભાવ પણ મળતા નથી
    રાષ્ટ્રીય

    Ethanolથી ખેડૂતોને લાભ? મકાઇ – શેરડીના પૂરતા ભાવ પણ મળતા નથી

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 6
    આજકાલ દેશનાં રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઈથેનોલ નીતિ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. સરકાર અને નીતિ ઘડનારા દાવા કરી રહ્યાં છે કે ઈથેનોલ નીતિને કારણે દેશનો ખેડૂત હવે માત્ર પેટ ભરનારો `અન્નદાતા’ નથી રહ્યો, પરંતુ વાહનોમાં બળતણ પૂરનારો `ઊર્જાદાતા’ બની ગયો છે.

    આ નીતિથી ખેડૂતોની આવક બમણી થશે તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેન્દ્રીય કૃષિ મંત્રાલયની ફાઈલો અને `એગમાર્કનેટ’ના સત્તાવાર આંકડા એક સાવ જુદું જ અને ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.

    ઈથેનોલ નીતિનો સૌથી મોટો પ્રચાર મકાઈના પાકને લઈને કરવામાં આવ્યો હતો. ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં કે દેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે મકાઈની ભારે જરૂરિયાત છે, તેથી ખેડૂતો મકાઈનું વાવેતર કરે તો તેમને જોઈએ તેટલા ભાવ મળશે. સરકાર પર ભરોસો રાખીને ખેડૂતોએ મકાઈનું સારું એવું ઉત્પાદન તો કરી દીધું, પરંતુ જ્યારે પાક બજારમાં પહોંચ્યો ત્યારે ખેડૂતોને કડવો અનુભવ થયો.

    કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ, માર્ચ 2025 થી ઓગસ્ટ 2026 સુધીના 18 મહિનાનાં ગાળામાં એક પણ મહિનો એવો નથી રહ્યો જ્યારે માર્કેટમાંમકાઈનો સરેરાશ ભાવ ટેકાના ભાવ (ખજઙ) સુધી પહોંચી શક્યો હોય. માર્ચ 2025માં જ્યારે મકાઈનો ખજઙ રૂ. 2,225 પ્રતિ ક્વિન્ટલ હતો, ત્યારે માર્કેટમાં સરેરાશ રૂ. 2,176 જ મળ્યાં હતાં.

    નવેમ્બર 2025માં જ્યારે ખજઙ વધીને રૂ. 2,400 થયો, ત્યારે બજારમાં ભાવ ઘટીને માત્ર રૂ. 1,634.74 થઈ ગયા હતા, એટલે કે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 765નું સીધું નુકસાન વેઠવું પડ્યું હતું. હાલ ઓગસ્ટ 2026માં પણ મકાઈ નક્કી કરેલા સરકારી ભાવથી આશરે રૂ. 391 ઓછા ભાવે વેચાઈ રહી છે.

    દેશમાં ઈથેનોલની આટલી માંગ હોવા છતાં મકાઈના ભાવ ગગડવાનું મુખ્ય કારણ સરકારની નીતિઓ છે. ઈથેનોલ બનાવતી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે સરકારે ભારતીય ખાદ્ય નિગમ (FCI)ના ગોડાઉનોમાંથી રૂ. 23.20 પ્રતિ કિલોના અત્યંત સસ્તા દરે ચોખા ઉપલબ્ધ કરાવ્યાં હતાં, જે ડાંગરના MSP (રૂ. 24.41) કરતાં પણ ઓછો હતો. જ્યારે ડિસ્ટિલરીઝને બેઠા-બેઠા સરકાર પાસેથી સસ્તો ચોખા મળવા લાગ્યા, ત્યારે તેમણે માર્કેટમાંથી ખેડૂતોની મકાઈ ખરીદવાનું જ બંધ કરી દીધું.

    વધુમાં, ઉદ્યોગપતિઓના દબાણમાં આવીને બહારથી મકાઈની આયાતમાં પણ છૂટ આપવામાં આવી, જેના કારણે મકાઈ પકવતો ખેડૂત પાયમાલ થયો. માત્ર મકાઈ જ નહીં, પરંતુ દેશનો શેરડી પકવતો ખેડૂત પણ આ ઈથેનોલ ક્રાંતિમાં અન્યાયનો ભોગ બન્યો છે.

    એક તરફ ખાંડ મિલો શેરડીના રસમાંથી મોટા પાયે ઈથેનોલ બનાવીને ઓઈલ કંપનીઓને વેચીને મોટો નફો કમાઈ રહી છે, તો બીજી તરફ આ મોટી કમાણીમાં ખેડૂતોનો હિસ્સો શૂન્ય છે. શેરડીના ભાવ નક્કી કરવાનાં વર્તમાન સરકારી ફોમ્ર્યુલામાં ઈથેનોલથી થતી કમાણીને ઉમેરવામાં જ નથી આવી.

    આજે પણ મિલો શેરડીમાંથી ખાંડ બનાવે કે સીધું ઈથેનોલ, ખેડૂતને ચૂકવણી માત્ર શેરડીના વજન અને જૂના `સુગર રિકવરી’ના આધારે જ મળે છે. આ જ કારણસર શેરડી પકવતાં ખેડૂતો હવે સરકાર અને મિલ માલિકો પાસે ‘ઈથેનોલ પ્રીમિયમ’ અથવા વધારાનાં બોનસની માંગ કરી રહ્યાં છે.

    સરકારનો તર્ક છે કે ઈથેનોલના કારણે મિલો પાસે રોકડ આવે છે જેથી ખેડૂતોને સમયસર ચૂકવણી થઈ જાય છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સમયસર નાણાં મળવા એ તેમનો કાનૂની અધિકાર છે, કોઈ એહસાન નથી.

    આ નીતિગત વ્યવસ્થામાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે ઈથેનોલ બનાવતી ડિસ્ટિલરીઝને ઓઈલ કંપનીઓ તરફથી `પ્રાઈસ પ્રોટેક્શન’ એટલે કે નિશ્ચિત અને ગેરંટીયુક્ત નફાનું કાનૂની કવચ મળેલું છે. સરકારે તેમનાં ભાવ એવી રીતે નક્કી કર્યા છે.

    જેથી આ કંપનીઓ કોઈ પણ સંજોગોમાં ખોટમાં ન જાય. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ ફેક્ટરીઓને કાચો માલ આપનારાં ખેડૂતોના પાકની ખરીદી માટે કેમ કોઈ કાનૂની ગેરંટી આપવામાં આવતી નથી?

    જો આ ઈથેનોલ નીતિ ખરેખર ખેડૂત-કેન્દ્રિત હોય, તો સરકારે `પ્રોફિટ શેરિંગ મોડેલ’ (નફામાં ભાગીદારી) કેમ લાગું ન કર્યું? ઓઈલ કંપનીઓ પાસેથી મળતાં પ્રતિ લીટર ઈથેનોલના ભાવમાંથી એક નિશ્ચિત રકમ સીધી પાક ઉગાડનારા ખેડૂતનાં બેંક ખાતામાં કેમ જમા નથી કરવામાં આવતી? અત્યાર સુધી એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેનાથી સ્પષ્ટ થાય છે કે રિસ્ક પૂરેપૂરું ખેડૂતનું છે અને રિટર્ન પૂરેપૂરું ઈથેનોલ કંપનીઓનું છે.

    કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં આંકડા દર્શાવે છે કે ભારતની ઈથેનોલ નીતિ હાલમાં પૂરેપૂરી ઉદ્યોગ-કેન્દ્રિત બનીને રહી ગઈ છે. જ્યાં સુધી સરકાર માર્કેટમાં મકાઈના પૂરેપૂરા પાકની ટેકાના ભાવે (MSP) ખરીદીની કાનૂની ગેરંટી ન આપે અને શેરડીના ભાવ નક્કી કરવામાં ઈથેનોલથી થતી આવકમાંથી ખેડૂતોને બોનસ ન આપે, ત્યાં સુધી `અન્નદાતામાંથી ઊર્જાદાતા’નો આ નારો માત્ર કંપનીઓનાં પ્રચારનું સાધન જ બની રહેશે.

     

    Ethanol farmers benefit
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅલ-નીનો છતાં લોકલ સિસ્ટમથી વરસાદ, જુલાઇના અંતે વરસાદની ખાધ 11.8 ટકા
    Next Article પ્રમુખ Trumpના હેલીકોપ્ટર નજીક પહોંચી ગયું મુસાફર વિમાન
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026
    રાજકોટ

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: ટ્રેન ૯ કલાક મોડી પડી એટલે મુસાફરે કર્યો કેસ

    September 21, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ

    September 21, 2026
    મુખ્ય સમાચાર

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,140
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,210
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 05:15
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.