Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર
    • પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા
    • PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi
    • ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી
    • Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ
    • Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે
    • Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર
    • 21 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»રાજ્યમાં ભાજપ સરકારની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે,Amit Chavda
    અમદાવાદ

    રાજ્યમાં ભાજપ સરકારની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે,Amit Chavda

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૦

    ભાવનગરમાં બનેલી ઝેરી દારૂની ગંભીર ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઘટનાને માનવસર્જિત ટ્રેજેડી ગણાવીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપની હાફતાખોરી નીતિના કારણે દારૂબંધીનો કાયદો કાગળ પર છે. ગુજરાતમાં ચારે સરહદોથી ટેન્કરો ગુજરાતમાં આવે છે. જેના કારણે નાની ઉંમરે બહેન દીકરીઓ હેરાન થાય છે, ગલીએ ગલીએ ચર્ચા છે કે દારૂ આવે છે ક્યાંથી અને વેચાય છે ક્યાંથી? દારૂ વેચવાની સાથે લઠ્ઠાકાંડ પણ થાય છે, અને અનેક લોકોના મોત માટે સરકાર જવાબદાર ગણાય છે.

    પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અમિત ચાવડાએ સીધો આરોપ લગાવ્યો હતો કે શાસક પક્ષ ભાજપની ’હપ્તાખોરી’ નીતિના કારણે જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. રાજ્યમાં ચારેય સરહદો પરથી ખુલ્લેઆમ ટેન્કરો ભરીને વિદેશી તથા ઝેરી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આજે ગલીએ ગલીએ લોકોમાં એ જ ચર્ચા ચાલી રહી છે કે જો રાજ્યમાં કડક દારૂબંધી છે, તો પછી આટલા મોટા પ્રમાણમાં દારૂ આવે છે ક્યાંથી અને કોના આશીર્વાદથી વેચાય છે?

    દારૂના વેચાણ અને અસામાજિક તત્વોના ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે દારૂના દૂષણને કારણે નાની ઉંમરે આપણી બહેન-દીકરીઓ ભારે હેરાનગતિ ભોગવી રહી છે. વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા હણાઈ ગઈ છે. દારૂ વેચવાની સાથે સાથે રાજ્યમાં અવારનવાર લઠ્ઠાકાંડ પણ સર્જાય છે, જેમાં અનેક નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ તમામ અકાળે થયેલા મોત માટે સીધી રીતે રાજ્ય સરકાર જ જવાબદાર છે.

    કોંગ્રેસ પ્રમુખે ભૂતકાળના બનાવો ટાંકીને જણાવ્યું હતું કે ભાવનગરની આ ઘટના કોઈ પ્રથમ વાર નથી બની, પરંતુ ભાજપના શાસનમાં આવી હોનારતો સતત વધતી જાય છે. ૨૦૦૯માં અમદાવાદ લઠ્ઠાકાંડમાં ૧૪૦ લોકોના મોત થયા હતા અને ૨૪૦ લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવવી પડી હતી. ત્યારબાદ ૨૦૨૨માં બોટાદ લઠ્ઠાકાંડમાં ૫૦ થી વધુ લોકોના મોત થયા હતા. ૨૦૨૪માં દહેગામમાં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા હતા. ૨૦૨૫માં ખેડામાં ૩ લોકોના મોત અને અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા. જ્યારે તાજેતરમાં બનેલી ભાવનગરમાં નકલી દારૂના કારણે ૭ લોકોના મોત થઈ ચૂક્યા છે અને ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝૂઝી રહ્યા છે.ભાવનગરમાં નોંધાયેલી પોલીસ એફ.આઈ.આરનો ઉલ્લેખ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એફઆઇઆરમાં પણ સ્પષ્ટપણે ’નકલી દારૂ પીવાથી મોત થયાનો’ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માત્ર હપ્તો લેવાની લાલસા અને ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર નાના કર્મચારીઓ સામે જ પગલાં કેમ? આ ઘટનામાં જિલ્લા એસપી, રેન્જ આઇજી કે જીડી જેવા ઉચ્ચ અધિકારીઓની જવાબદારી કેમ નક્કી કરવામાં આવતી નથી? આટલી મોટી ઘટના બની હોવા છતાં રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જનતાની માફી કેમ નથી માગતા?

    અમિત ચાવડાએ સરકારની સંવેદનહીનતા પર પ્રહાર કરતા કહ્યું કે, એક તરફ લઠ્ઠાકાંડમાં ગરીબ અને નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે અને બીજી તરફ રાજ્યના ખેલમંત્રી/રમતગમત મંત્રી ક્યાંક ગરબા રમતા તો ક્યાંક સોશિયલ મીડિયા પર રીલ બનાવતા જોવા મળે છે. લઠ્ઠાકાંડમાં લોકોના મોત થાય તેની સીધી અને નૈતિક જવાબદારી રાજ્યના ગૃહમંત્રીની બને છે.આ ઘટના સંદર્ભે કોંગ્રેસ પક્ષે કડક પગલાં અને માંગણીઓ રજૂ કરી છે. સમગ્ર પ્રકરણની તપાસ માટે હાઇકોર્ટના સેટિંગ જજ (હાલના ન્યાયાધીશ) ની સીધી દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવે. કોંગ્રેસનું એક વિશેષ ડેલિગેશન ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે ભાવનગરની રૂબરૂ મુલાકાત લેશે અને પીડિત પરિવારોને મળશે. ડેલિગેશન દ્વારા તૈયાર કરાયેલા વિસ્તૃત રિપોર્ટના આધારે આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દે સરકારને ઘેરવામાં આવશે અને જવાબદાર ગૃહમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા
    Next Article વોલેટિલિટી વચ્ચે બુલ્સની વાપસી, બજારમાં સકારાત્મક સંકેતો…!!!
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: કલોલમાં હિંડોળા ઉત્સવની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ, કાર ફરી વળતાં ૫ વર્ષની બાળકીનું કરુણ મોત

    August 20, 2026
    ધાર્મિક

    ભાડજ સ્થિત ISKCON Hare Krishna, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”

    August 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર અંગ્રેજી દારૂની ૨૮૮૦ બોટલ ઝડપાઈ

    August 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: શાકભાજીના ભાવમાં મોટો ભડકો, વરસાદી અસરથી આવક ઘટતા છૂટક બજારમાં ભાવ વધ્યા

    August 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: RTOમાં AI ટ્રેક: 80 ટકા લોકો ફેઈલ થતાં ઊહાપોહ, હવે નિયમો બદલાશે!

    August 19, 2026
    વ્યાપાર

    Ahmedabad: અલ નિનોના ભય વચ્ચે કઠોળની આયાતમાં ૫૮ ટકાનો વધારો

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹160,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,070
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 23:22
    Categories
    Latest News

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026

    ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી

    August 20, 2026

    Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ

    August 20, 2026

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026
    Search
    Main News

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026

    ૧૦ વર્ષ પછી ભારત વિદેશી Sugar નો વપરાશ કરશે, ૧૦ લાખ ટન આયાત કરવાની તૈયારી

    August 20, 2026

    India and Japan વચ્ચે એક મોટો સંરક્ષણ કરાર, પાકિસ્તાન માટે મોટો ફટકો

    August 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૦ લાખ નવા ફ્લેટ, મેટ્રો નેટવર્ક વિસ્તરણ, ૬ નવા RRTS રૂટ, દિલ્હી માસ્ટર પ્લાન ૨૦૪૭ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર

    August 20, 2026

    પૂર્વ સીએમ વિજયનની પુત્રીને લગભગ ૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા, ઘરેથી દુબઈ પૈસા મોકલવાના પુરાવા મળ્યા

    August 20, 2026

    PM Modiનું શાસન તેના અંતિમ તબક્કામાં છે, ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે,Rahul Gandhi

    August 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.