Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…પાકિસ્તાન : સત્તા અને આતંકનું કોકટેલ
    લેખ

    તંત્રી લેખ…પાકિસ્તાન : સત્તા અને આતંકનું કોકટેલ

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોટાભાગના દેશોમાં ખેલજગતના સિતારા, સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સર્સ અને રાજનેતાની રેલીમાં તેમને સાંભળવા પ્રશંસકોની ભીડ આવે છે. પરંતુ પાકિસ્તાન મામલે આ કહાની થોડી ઉલટી છે. પડોશી દેશ મામલે તમામ સ્ટાર્સ અને પોલિટિશિયન્સ નહીં, પરંતુ લશ્કરે તૈયબા, જૈશે મોહંમદ જેવા સંગઠનો સાથે જોડાયેલા આતંકવાદી ભીડને પોતાના તરફ ખેંચવાનું કામ કરે છે. પહેલગામમાં હિંદુ પ્રવાસીઓનો ધર્મ પૂછીને કરાયેલ હત્યાઓનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તામાં ખુલ્લા મંચ પરથી એક નિવેદન આપી રહ્યો છે. તે કહે છે કે ભારતે મારા પર પહેલગામનો આરોપ લગાવ્યો. હવે આખી દુનિયા મારું નામ જાણે છે. ૨૮ મેથી આ નિવેદન છવાઈ ગયું છે. જે મંચથી સૈફુલ્લાહ કસૂરીએ આ વાત કરી, તેની આસપાસ કેટલાય લોકો બેઠેલા દેખાયા. આ આતંકી પહેલાં તો છૂપાઈને ફરતો હતો, પરંતુ હવે સરેઆમ મંચો પર દેખાવા લાગ્યો છે. આપણે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હાડકાં-પાંસળાં ખોખરાં કરી નાખ્યાં, પરંતુ આ આતંકીઓની તસવીર હજુ પણ સાક્ષી પૂરે છે કે પાકિસ્તાન સુધરવાનું નથી. કઈ રીતે શાહબાઝના બે મંત્રી મંચ પર આતંકીઓ સાથે બેઠેલા જોવાયા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો કસૂર જિલ્લો જ્યાં એક જાહેર રેલીમાં સૈફુલ્લાહ સાથે લશ્કરે તૈયબાને બનાવનારા હાફિઝ સઇદનો પુત્ર તલ્હા સઇદ પણ જોવા મળ્યો. તેમની સાથે શાહબાઝ સરકારના બે મંત્રીઓ અને સેનાના પણ કેટલાક લોકો હાજર રહ્યા!

    લશ્કરનો કમાન્ડર સૈફુલ્લાહ કસૂરી મંચ પરથી ભાષણ આપતો હતો ત્યારે પાકિસ્તાનનો ખાદ્ય મંત્રી મલિક રશીદ અહમદ ખાન અને પંજાબ વિધાનસભાનો અધ્યક્ષ મલિક મુહંમદ અહમદ ખાન મંચ પર બેસીને તેનું ભાષણ સાંભળતા હતા. પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણોના વાર્ષિક સ્મરણોત્સવ યૌમ-એ-તકબીરના અવસરે પાકિસ્તાન મરકજી મુસ્લિમ લીગ (પીએમએમએલ) દ્વારા રેલી આયોજિત કરવામાં આવી. આ એ દિવસ છે જ્યારે પાકિસ્તાન પોતાના પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ ઉજવે છે. પરંતુ હંમેશની જેમ આ વખતે પણ ભારત વિરુદ્ઘ પોતાનો નાપાક ઇરાદો જાહેર કર્યો અને તેની સાથે જ આતંકીઓને પાકિસ્તાને પોતાના રાષ્ટ્રીય પ્રતીક ગણાવ્યા. ભીડને સંબોધિત કરતાં આતંકી કસૂરીએ મુદસ્સિર શહીદના નામે બહાવલપુરના ઇલાહાબાદમાં એક સેન્ટર, સડક અને હોસ્પિટલ બનાવવાની યોજનાની જાહેરાત કરી. ગુપ્તચર સૂત્રો અનુસાર મુદસ્સિર અહમદ પહેલગામ નરસંહાર બાદ ભારતના જવાબી ‘ઓપરેશન સિંદૂર’ હુમલામાં માર્યા ગયેલા કેટલાય હાઇપ્રોફાઇલ આતંકવાદીઓમાંનો એક હતો. કસૂરીએ વડાપ્રધાન મોદીના પહેલંના ભાષણનો હવાલો આપતાં કહ્યું કે તે ગોળીઓથી ડરતો નથી. કસૂરીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સમજે છે કે અમે ગોળીઓથી ડરી જઈશું? એ તમારી ભૂલ છે. લશ્કરે તૈયબા આંતરરાષ્ટ્રીય સ્તર પર અને પાકિસ્તાનની અંદર પ્રતિબંધિત છે, પીએમએમએલ જેવા સમૂહોએ તેના નેતૃત્વને રાજકીય અને વૈચારિક પ્રાસંગિકતા બનાવી રાખવામાં સક્ષમ બનાવ્યું છે.

    એનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે રેલી કરનારા આતંકવાદીમાં પાકિસ્તાની સુરક્ષા દળોની સાથે સાથે સરકારી અધિકારી પણ હાજર હતા. કસૂરી સતત ભારત વિરોધી ટિપ્પણીઓ કરી રહ્યો હતો અને પાકિસ્તાની સરકારના બે મંત્રીઓ ત્યાં જ હાજર હતા. આ બંને મંત્રીઓએ વ્યક્તિગત રૂપે કસૂરીનું મંચ પર સ્વાગત કર્યું અને તેને ભેટ્યા. મંત્રી મલિક રશીદે ખુલ્લેઆમ ઘોષણા કરી કે આજે ૨૪ કરોડ પાકિસ્તાનીઓનું પ્રતિનિધિત્વ હાફિઝ સઈદ એ સૈફુલ્લા જેવા લોકો કરી રહ્યા છે.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026
    લેખ

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026
    લેખ

    તંત્રી લેખ…નારીવાદ ઉગ્રવાદની મર્યાદાઓ પાર કરે છે

    July 18, 2026
    લેખ

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026
    લેખ

    તંત્રી લેખ… શાસકોની બેદરકારીના પરિણામો

    July 17, 2026
    લેખ

    આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.