Morbi,તા.06
જુના ઘૂટું રોડ પરથી ૬૦ વર્ષના વૃદ્ધ સાયકલ પર જતા હતા ત્યારે કન્ટેનર ચાલકે સાયકલને હડફેટે લીધી હતી અને વૃદ્ધ સાયકલ સહીત પાછળના જોટામાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીના પચીસ વારીયામાં રહેતા દિનેશભાઈ નથુભાઈ સોલંકીએ કન્ટેનર જીજે ૧૨ એટી ૮૩૮૨ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા નથુભાઈ ભનાભાઈ સોલંકી (ઉ.વ.૬૦) વાળા સાયકલ લઈને જુના ઘૂટું રોડ પરથી જતા હતા ત્યારે કન્ટેનર ચાલકે સાયકલ સાથે હડફેટે લેતા પાછળના જોટામાં આવી જતા નથુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને જમણો પગ ભાંગી નાખી શરીરે નાની મોટી ઈજા કરી મોત નીપજાવી કન્ટેનર મૂકી નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

