છ મહિના પહેલા દવા પી આત્મહત્યાનો કર્યો તો પ્રયાસ
Rajkot,તા.03
શહેરના કોઠારીયા ના ખેડૂત આધેડે માનસિક બીમારીથી કંટાળી ઘરમાં ફાંસો ખાઈ લઇ જીવાદોરી ટુકાવી લીધી હતી,આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ગામમાં રહેતા અરવિંદભાઈ ગગજીભાઈ ડોડીયા ૫૮ એ તારીખ ૨/૬ ના રોજ સાંજે સાડા સાતના સુમારે પોતે ઘેર એકલા હતા ત્યારે પોતાના જ રૂમમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ લેતા પરિવારજનોએ બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ અરવિંદભાઈ ને મૃત જાહેર કર્યા હતા, પ્રાથમિક તપાસમાં અરવિંદભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક બીમાર હોય ઘરમાં એકલા જ રહેતા હતા ,ખેતીનું કામ ઘણા સમયથી છોડી દીધું હોય, છ મહિના પહેલા પણ તેમણે ઝેરી દવા પી આત્મહત્યાનો નિષ્ફળ પર્યાસ કર્યો હતો, બે દીકરા અને ત્રણ દીકરીઓનું સંતાન સુખ ધરાવતા અરવિંદભાઈ ના આ પગલાં એ પરિવારમાં શોક ફેલાવ્યો છે આ અંગેની તપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસઆર કુમાર ખાણીયા ચલાવી રહ્યા છે