Jamnagar તા.૧૨
રાજકોટમાં છાપીયા ટાઉનશિપમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા સંદીપભાઈ ચંદુભાઈ જોશી (૩૯) અને તેના પિતા ચંદુભાઈ જોશી (૬૧) પિતા પુત્ર પોતાનું બાઈક લઈને ગત ૬ તારીખે વિજરખી ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન લાલ કલરની હુંડાઈ કંપનીની આઈ-૧૦ કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો, અને પિતા-પુત્રને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.
જે અકસ્માતના બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ કારચાલકને શોધી રહી છે.