Surendranagar, તા.7
સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લાના જુદા જુદા સ્થળોએ એપ્રિલ માસમાં દરોડા કરાયા હતા. જેમાં ઉનાળાની સિઝનને લઇને કેરી, આઇસ્ક્રીમ, ગુલ્ફી સહિતની ખાણીપીણીની ચીજવસ્તુઓનું ચેકિંગ કરાયું હતું. રેગ્યુલરના 19 અને સર્વેલન્સના 46 સહિત કુલ 65 સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.
ફૂડ ઇન્સ્પેકટર પી.બી.સાવલીયા, એસ. જે.પ્રજાપતિ સહિતની ટીમે જુદી જુદી દુકાનો સહિતના સ્થળોએ તપાસ કરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં સર્વેલન્સના 46 તેમજ રેગ્યુલરના 19 સહિત કુલ 65 નમૂના લીધા હતા.
જેમાં ઘીના 3, કેરીના 3, આઇસ્ક્રીમ 1, પનીર 1, ચોકલેટ 2, ગુલ્ફી 1, શરબતના 2 તેમજ 3 હોટલોમાંથી પણ શાકના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલોને લેબોરેટરીમાં તપાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં ટીમે કાર્યવાહી હાથ ધરીને 65 જેટલા જુદા જુદા સેમ્પલ લીધા હતા. ખાસ કરીને ઉનાળામાં કેરીના રસ, શરબત, કુલ્ફી, આઇસ્ક્રીમ લોકોના આરોગ્ય માટે આરોગ્યપ્રદ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.
જેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. – પી.બી. સાવલીયા, ફૂડ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું.

