(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૮ઃ
મોરબી અને વાંકાનેર તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છેપ્રથમ બનાવમાં મોરબીના ઘૂટું ગામે રહેતા કનુભાઈ જગાભાઇ ઉડેશા (ઉ.વ.૫૨) નામના આધેડ પોતાની વાડીએ કોઈ કારણોસર અજાણી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બીજા બનાવમાં માળિયા તાલુકાના મેઘપર (દેરાળા) ગામના રહેવાસી વિજય નારણભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) નામના આધેડ મોરબી બરવાળા રેલ્વે પાટા પર ફાટક નં ૩૯ સામે ટ્રેન અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
ત્રીજા બનાવમાં વાંકાનેરના શક્તિપરા હસનપર ગામે રહેતા હરેશભાઈ હમીરભાઈ રોજાસરા (ઉ.વ.૨૮) નામના યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું ચોથા બનાવમાં વાંકાનેરના આંબેડકરનગર શેરી નં ૪ માં રહેતા દેવજીભાઈ હરિભાઈ ચાવડા (ઉ.વ.૫૨) નામના પૌઢ કોઈ કારણોસર એસીડ પી લેતા ઉલ્ટી થતા સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે તમામ બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે

