Morbi તા.૧૮ઃ
મોરબીના માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ૭૦ વર્ષીય વૃધ્ધ ગત તા ૫ ના રોજ પોતાના ઘરે બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા સવજીભાઈ નાનજીભાઈ પરમાર ઉંમર વર્ષ ૭૦ વર્ષીય વૃદ્ધ ગત તા ૫ ના રોજ બીમારી થી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા માળીયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકએ બીમારી થી કંટાળીને આપઘાત કર્યાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે વૃદ્ધના મોતથી ત્રણ પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાસુદેવભાઇ વધુ તપાસ ચાલવી રહ્યા છે

