શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
ભાદરવા સુદ ચૌદશને શુક્રવાર તા. ૨૫ સપ્ટેમ્બર ના દિવસે ગણપતિ ઉત્સવના ૧૨ દિવસ પૂરા થાય છે અને નિયમ પ્રમાણે ગણેશ વિસર્જન ચૌદશના દિવસે થાય છે. ચૌદશના દિવસે બાર દિવસે પણ વિસર્જન કરી શકાય છે એકી દિવસ જોવાની જરૂર રહેતી નથી
Ganpati Visarjanમાં ગણપતિ દાદાનું ઉત્તર પૂજન કરવું. આરતી ઉતારી દાદાના જમણા કાનમાં મનોકામના બોલવી ત્યારબાદ આખા ઘરમાં અથવા ઓફિસ માં ગણપતિ દાદાની મૂર્તિને સાથે લઈ પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ ગણપતિ દાદાનું વિસર્જન કરવા જવું.
ગણેશ વિસર્જન માટે ભાદરવા શુદ ચૌદસ નો આખો દિવસ શુભ ગણાય છે
– રક્ષા મેળવવા માટે અનંત ચતુર્દશ નુ મહત્વઃ એક કથા પ્રમાણે પાંડવો જુગારમાં પોતાનું રાજ હારી જાય છે અને વનવાસ ભોગવે છે. પંડવોને બહુ કષ્ટ ભોગવવું પડતું હોય છે. આથી ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપાય આપે છે અને અનંત ચતુર્દશીનું વ્રત કરવાની સલાહ આપેછે. આ વ્રત પાંચેય પાંડવો દ્રૌપદી સાથે વિધિ વિધાનથી કરે છે અને પોતાના હાથમાં અનંત સૂત્ર બાંધી રક્ષા મેળવે છે અને સંકટોથી મુક્તિ મેળવે છે.
વ્રતવિધાન શુક્રવારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી આપના ગામ અથવા શહેરમાં નદી હોય તો નદી કાંઠે જવું નહીં તો ઘરે જ પૂજન કરી શકાય .
સૌપ્રથમ સંકલ્પ કરવો કે હે વિષ્ણુ ભગવાન મારી રક્ષા કરજો. એક બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી વિષ્ણુ ભગવાનની છબી રાખવી. દિવો અગરબત્તી કરવા ભગવાનને ચાંદલો ચોખા કરી ફૂલ પધરાવવું. ત્યારબાદ એક નાનકડી નાડાછડીનો દોરો બનાવો તેમાં ૧૪ ગાંઠ વાળવી. તેને ચાંદલો ચોખા કરી વિષ્ણુ ભગવાનના ચરણોમાં રાખવો અને પ્રાર્થના કરવી કે જેવી રીતે પાંડવોની આપે રક્ષા કરેલ તેમ મારી રક્ષા કરજો. ત્યારબાદ ભગવાનની આરતી કરી દોરાને જમણા હાથમાં બાંધવો. આમ વિધિ વિધાનથી અનંત ચુતર્દશીનું વ્રત કરવાથી જીવનમાં રક્ષા મળે છે. આખો દિવસ ઉપવાસ રહેવો. ફળ, દૂધ, દહીં, છાશ લઈ શકાય છે.નવરાત્રી ની શરૂઆત તારીખ ૧૧ ઓક્ટોબર રવિવારથી થશે જ્યારે દશેરા ૨૦ ઓક્ટોબર મંગળવારે નોમના દિવસે નોરતાપૂરા નવ દિવસ રહેશે શરદપૂનમ ૨૫ ઓક્ટોબર ના રવિવારે છે

