Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    • Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat Police ની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
    ગુજરાત

    Gujarat Police ની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 16, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.16
    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

    ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.

    સાંત્વના કેન્દ્ર”માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) આ ચારેય વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં “સાંત્વના કેન્દ્ર શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. 

    પોલીસ સ્ટેશનોમાં આ ચાર સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે

    ♦વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલીંગ કરવાની કામગીરી કરતી હોય છે.

    ♦ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર: ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલીંગ કરતા હોય છે.

    ♦181-અભયમ: 181-અભયમની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થાય છે.

    ♦PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર): PSBSS પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલીંગ કરી પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે.

    ‘સાંત્વના કેન્દ્ર’ના મુખ્ય ઉદ્દેશ્યો

    પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવા. તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું.

    જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલીંગ કરવું.

    પોલીસ સ્ટેશનોમાં જ્યારે બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનો આવે ત્યારે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ ત્વરીત પુર્ણ થાય તે અંગે કાર્યવાહી કરવી.

    આ સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટર અંગત ધ્યાન આપી સુચવવામાં આવેલી કામગીરી તેઓ યોગ્ય રીતે કરે તે સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડાશ્રીએ સુચનાઓ આપી છે.

    તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઇ રહી છે કે કેમ તે બાબતે સંબંધિત SDPO / ACPઅધિકારીએ સુપરવિઝન રાખવા પણ સુચના આપવામાં આવી છે.

    તેવી જ રીતે કમિશ્નરેટ વિસ્તારમાં જે-તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નરશ્રી તેમજ જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકશ્રીએ તેમના કાર્યક્ષેત્રમાં આ કામગીરી ઉપર યોગ્ય સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. 

    રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.

    GADHINAGAR Gujarat Police
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026
    મોરબી

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    મોરબી

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026
    મોરબી

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026
    મોરબી

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    મોરબી

    Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026

    Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.