New Delhi,તા.06
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની મેન્સ સેલેક્શન પેનલ દ્વારા આજે મુંબઈ હેડક્વાર્ટરમાં મળેલી મહત્ત્વની બેઠક બાદ આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પહેલા ભારતીય T20 ક્રિકેટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને કૅપ્ટનશીપ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને મધ્યમ ક્રમના બેટર શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમની કમાન સોંપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, BCCIની એપેક્સ કાઉન્સિલ કમિટીની બેઠકમાં સૂર્યકુમાર યાદવને કૅપ્ટન પદ પરથી દૂર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની આજે જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સૂર્યાના સ્થાને હવે શ્રેયસ અય્યર ભારતીય T20 ટીમના નવા સુકાની તરીકે જવાબદારી સંભાળશે. આ પ્રવાસમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. આયર્લૅન્ડ સામેની શ્રેણી માટે આ યુવા સ્ટારને ટીમમાં સામેલ કરીને સેલેક્ટર્સે ભવિષ્યના સંકેતો આપી દીધા છે.
શ્રેયસ અય્યર (કૅપ્ટન), તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
ઈંગ્લૅન્ડ સામેની T20 શ્રેણી માટેની ટીમ
શ્રેયસ અય્યર (કૅપ્ટન), તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી,પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કૅપ્ટન), તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
ભારત અને આયર્લૅન્ડ વચ્ચેની મેચનું શેડ્યુલ
•પહેલી T20I: 26મી જૂન, બેલફાસ્ટ
•બીજી T20I: 28મી જૂન, બેલફાસ્ટ
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મેચનું શેડ્યુલ
•પહેલી જુલાઈ: પહેલી T20I, ચેસ્ટર-લે-સ્ટ્રીટ
•ચોથી જુલાઈ: બીજી T20I, માન્ચેસ્ટર
•સાતમી જુલાઈ: ત્રીજી T20I, નોટિંગહામ
•નવમી જુલાઈ: ચોથી T20I, બ્રિસ્ટોલ
•11મી જુલાઈ: પાંચમી T20I, સાઉધમ્પ્ટન
•14મી જુલાઈ: પહેલી ODI, બર્મિંગહામ
•16મી જુલાઈ: બીજી ODI, કાર્ડિફ
•19મી જુલાઈ: ત્રીજી ODI, લોર્ડ્સ

