New Delhi,તા.૧૭
ગત વખત કરતાં આ વખતે એશિયન ગેમ્સમાં ભારતનો દળ ઓછો હશે. ભારતે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ૪૦ રમતોમાં ૬૬૧ સભ્યોની ટીમ ઉતારી હતી, પરંતુ આ વખતે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનએ ૩૬ રમતોમાં ૫૦૪ ખેલાડીઓને મેદાનમાં ઉતારવા માટે સરકારની મંજૂરી માંગી છે. જેમાં ૨૭૫ પુરુષો અને ૨૨૯ મહિલાઓનો સમાવેશ થાય છે.
રમતગમત મંત્રાલયની મંજૂરી બાદ, ભારતીય દળમાં વધુ ઘટાડો અથવા થોડો વધારો થઈ શકે છે. ૫૦૪ ખેલાડીઓની સાથે, ૧૬૭ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ ઉપરાંત ૬૮ વધારાના ટીમ અધિકારીઓ માટે મંજૂરી માંગવામાં આવી છે.
ક્રિકેટના કદને ધ્યાનમાં રાખીને, ગત એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પુરુષ અને મહિલા ટીમોને સૌથી મોટી સપોર્ટ સ્ટાફ ટુકડીથી સજ્જ કરવામાં આવી રહી છે.બીસીસીઆઇએ ૧૫ સભ્યોની પુરુષ ટીમ અને ૧૫ સભ્યોની મહિલા ટીમ, ૧૦ સપોર્ટ સ્ટાફ સાથે મોકલવાનો નિર્ણય લીધો છે. દેશની સૌથી વધુ ૨૨ મેડલ જીતનાર શૂટિંગ ટીમમાં સાત ગોલ્ડ મેડલ સહિત ૩૦ સભ્યોની ટીમ પણ છે, પરંતુ ૧૫ સભ્યોના સપોર્ટ સ્ટાફની વિનંતી કરવામાં આવી છે.
ફફજી લક્ષ્મણને શ્રેયસ ઐયરની આગેવાનીમાં પુરુષ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્પિન બોલિંગ કોચ અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સુનિલ જોશી સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બોલિંગ કોચ રહેશે, જ્યારે અંડર-૧૯ ટીમના ડેવલપમેન્ટ કોચ ઋષિકેશ કાનિટકર બેટિંગ કોચ રહેશે. અમોલ મજુમદાર મહિલા ટીમનું નેતૃત્વ કરશે. અવિષ્કર સાલ્વી બોલિંગ કોચ રહેશે અને મુનિષ બાલી ફિલ્ડિંગ કોચ રહેશે. શુભદીપ ઘોષ પુરુષોની ટીમ માટે ફિલ્ડિંગ કોચ રહેશે. નિયમો અનુસાર, ટીમની ૩૩ ટકા તાકાત સપોર્ટ સ્ટાફને ફાળવવામાં આવે છે. મ્ઝ્રઝ્રૈં એ દરેક ટીમની ૩૦ સભ્યોની ટીમ માટે ૧૦ સપોર્ટ સ્ટાફ ફાળવ્યા છે, જ્યારે વધારાના ટીમ અધિકારીઓ તરીકે ૧૦ વધારાના સપોર્ટ સ્ટાફની વિનંતી કરવામાં આવી છે.
૫૦૪ ખેલાડીઓ, ૧૬૭ સપોર્ટ સ્ટાફ અને ૬૯ વધારાના ટીમ અધિકારીઓ મળીને કુલ ૭૪૦ સભ્યોની ટીમ બને છે. આમાં ચીફ ઓફ મિશન સહદેવ યાદવની આગેવાની હેઠળ ૧૯ સભ્યોની આઇઓએ ટીમનો પણ સમાવેશ થશે. આ માટે,આઇઓએ એ કુલ ૭૫૯ સભ્યોની ટીમ માટે સરકાર પાસેથી મંજૂરી માંગી છે.આઇઓએ ટીમમાં મિશનના ચાર ડેપ્યુટી ચીફ, ડૉ. દિનશા પારડીવાલાની આગેવાની હેઠળ છ સભ્યોનો મેડિકલ સ્ટાફ અને બે પ્રેસ એટેચીનો સમાવેશ થાય છે.
આઇઓએએ ભારતીય ટુકડીને એશિયન ગેમ્સમાં મોકલવાનો ખર્ચ ૨૨.૬ કરોડનો અંદાજ લગાવ્યો છે. આમાં સેરેમનીયલ કીટ, પ્લેઇંગ કીટ, પોકેટ એલાઉન્સ, ટિકિટ અને વીમો શામેલ છે. સૌથી મોટી ટુકડી એથ્લેટિક્સ માટે છે, જેમાં ૭૨ એથ્લેટ્સ અને ૨૬ સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. એથ્લેટિક્સનો ખર્ચ ૩ કરોડથી વધુ થશે, જ્યારે ૫૦ સભ્યોની ક્રિકેટ ટીમનો ખર્ચ ૧.૮૪ કરોડ થશે. ૫૮ સભ્યોની હોકી ટીમનો ખર્ચ ૨ કરોડથી વધુ થશે, અને શૂટિંગનો ખર્ચ આશરે ૧.૫ કરોડ થશે.

