Nikhil Bhatt
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજારમાં આરબીઆઈની નાણાકીય નીતિ પહેલાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું, જ્યારે નીતિ નિર્ણય બાદ વેચવાલીનું દબાણ વધુ સ્પષ્ટ બન્યું હતું. અગાઉના બે સત્રમાં નોંધાયેલી તેજી બાદ રોકાણકારોએ નફાવસૂલી તરફ વળતા બજારના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.50% કર્યો છે અને નીતિ વલણને “કેલિબ્રેટેડ ટાઇટનિંગ” તરફ ફેરવ્યું છે. આ નિર્ણયથી વ્યાજદર આધારિત ક્ષેત્રોમાં દબાણ વધ્યું હતું.સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં પણ આજે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારો આરબીઆઈના વ્યાજદર નિર્ણય અને આગામી નીતિ સંકેતો અંગે સાવચેતી રાખતા ફ્યુચર સેગમેન્ટમાં પણ અસ્થિરતા વધી હતી. બજારમાં હાલ ઉપરના સ્તરે વેચવાલી અને નીચલા સ્તરે પસંદગીયુક્ત ખરીદીનું મિશ્ર વલણ જોવા મળે છે.
આજે બજાર સંપૂર્ણપણે એકતરફી નબળું રહ્યું નથી. આરબીઆઈના નિર્ણય બાદ બેન્કિંગ શેરોમાં નીચલા સ્તરે ખરીદી જોવા મળતા બજારનો ઘટાડો થોડો મર્યાદિત થયો હતો. ખાસ કરીને કેટલીક ખાનગી અને સરકારી બેન્કોમાં ખરીદી આવતા નાણાકીય ક્ષેત્રમાં પ્રારંભિક દબાણમાં ઘટાડો થયો હતો. આરબીઆઈ દ્વારા વધારાની લિક્વિડિટી કડક કરવાની કાર્યવાહી નહીં કરવામાં આવતા બજારને પણ થોડો આધાર મળ્યો હતો.
બજારની નબળાઈ પાછળ સૌથી મોટું કારણ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો રહ્યું છે. લગભગ ચાર વર્ષ બાદ થયેલા આ વધારાથી બજારમાં વ્યાજદર અંગેની ચિંતા ફરી વધી છે. સાથે જ નીતિ વલણમાં “કેલિબ્રેટેડ ટાઇટનિંગ”નો સંકેત મળતા ભવિષ્યમાં વધુ કડક નીતિની શક્યતા અંગે સાવચેતી વધી છે. બેન્કિંગ, એનબીએફસી, રિયલ્ટી અને ઓટો જેવા વ્યાજદર આધારિત ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
વૈશ્વિક બજારોમાં એકંદરે મિશ્ર વલણ રહ્યું હતું. અમેરિકન બજારો અગાઉના સત્રમાં મજબૂત રહ્યા હોવા છતાં એશિયન બજારોમાં નબળાઈ જોવા મળતા ભારતીય બજારને ખાસ સકારાત્મક આધાર મળ્યો નહોતો. વૈશ્વિક બોન્ડ યીલ્ડ, ડૉલરની ચાલ અને ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ અંગેની ચિંતા પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરી રહી છે. વૈશ્વિક સ્તરે ઊંચા ઊર્જા ખર્ચથી મોંઘવારીનું જોખમ વધતું હોવાથી વિવિધ કેન્દ્રીય બેન્કોની નીતિ પણ બજાર માટે મહત્વનું પરિબળ બની છે.
સ્થાનિક સ્તરે આરબીઆઈની નાણાકીય નીતિ આજે સૌથી મહત્વપૂર્ણ પરિબળ બની રહી હતી. આ ઉપરાંત રૂપિયો ડૉલર સામે નબળો રહેતા બજારના સેન્ટિમેન્ટ પર દબાણ રહ્યું હતું. 96.42ની આસપાસનો રૂપિયો અને ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ ભારતના આયાત ખર્ચ તથા મોંઘવારી માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ મજબૂત રહેવાની અપેક્ષા હોવાથી લાંબા ગાળાના રોકાણકારો દ્વારા નીચલા સ્તરે પસંદગીયુક્ત ખરીદી જોવા મળી રહી છે.
આજે બેન્કિંગ, એનબીએફસી, રિયલ્ટી અને ઓટો સેક્ટરમાં વેચવાલીનું દબાણ વધુ જોવા મળ્યું હતું, કારણ કે ઊંચા વ્યાજદરથી ધિરાણ ખર્ચ અને માંગ પર અસર થવાની ચિંતા છે. એફએમસીજી અને કેટલાક કન્ઝ્યુમર શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. ટાઇટનના શેરમાં લગભગ 4% સુધીનો ઘટાડો નોંધાતા કન્ઝ્યુમર ક્ષેત્ર પર પણ દબાણ વધ્યું હતું. બીજી તરફ પસંદગીના ખાનગી તથા સરકારી બેન્કિંગ શેરોમાં નીચલા સ્તરે ખરીદી આવતા સમગ્ર નાણાકીય ક્ષેત્રનો ઘટાડો થોડો ઘટ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી બજાર માટે હજુ પણ મહત્વનું નકારાત્મક પરિબળ છે. 6 ઓક્ટોબરના સત્રમાં એફઆઈઆઈએ આશરે રૂ.2,961.30 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઈઆઈએ આશરે રૂ.5,088.92 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય ખરીદી બજારને આધાર આપી રહી છે, પરંતુ એફઆઈઆઈની સતત વેચવાલી બજારની તેજીને મર્યાદિત કરી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવા મળતા ભારતીય બજાર માટે ચિંતા વધી છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 101.79 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. ઊંચા ક્રૂડ ભાવથી ભારતના આયાત બિલ, મોંઘવારી અને કંપનીઓના ખર્ચ પર દબાણ વધવાની શક્યતા છે. બીજી તરફ સોના અને ચાંદીમાં મર્યાદિત નરમાઈ જોવા મળી હતી. ક્રૂડ ઓઈલની ચાલ આગામી સત્રોમાં બજાર માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
ભાવિ દિશા :-
આગામી સત્રોમાં ભારતીય શેરબજારની દિશા આરબીઆઈની નીતિ બાદ મળતા સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ, રૂપિયાની ચાલ અને એફઆઈઆઈની પ્રવૃત્તિ પર આધારિત રહેશે.રેપો રેટમાં વધારો અને “કેલિબ્રેટેડ ટાઇટનિંગ”ના સંકેતને કારણે ટૂંકા ગાળે અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા છે.બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસમાં જો નીચલા સ્તરે ખરીદી સતત રહે તો બજારના ઘટાડાને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. બીજી તરફ એફઆઈઆઈની વેચવાલી વધે, ક્રૂડ ઓઈલ ઊંચું રહે અને રૂપિયો વધુ નબળો પડે તો બજાર પર ફરી વેચવાલીનું દબાણ વધી શકે છે.આગામી દિવસોમાં રોકાણકારો માટે એકતરફી તેજી કરતાં શેરવાર અને સેક્ટરવાર પસંદગી વધુ મહત્વપૂર્ણ બની શકે છે. મજબૂત પરિણામો અને સારા બિઝનેસ અપડેટ ધરાવતા શેરોમાં ખરીદી ચાલુ રહી શકે છે, જ્યારે ઊંચા મૂલ્યાંકન ધરાવતા તથા વ્યાજદર આધારિત શેરોમાં સાવચેતી જરૂરી રહેશે. એકંદરે હાલ બજારનો ટૂંકા ગાળાનો માહોલ નકારાત્મક અને અસ્થિર જોવા મળી રહ્યો છે.
તા.૦૮.૧૦.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૦૭.૧૦.૨૦૨૬ ના રોજ નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૨૬૧૮ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૭૩૭ પોઇન્ટના પ્રથમ અને ૨૨૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૨૨૫૭૫ પોઇન્ટથી ૨૨૫૦૫ પોઇન્ટ, ૨૨૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હિન્દુસ્તાન યુનિલિવર ( ૧૮૬૭ ) :- એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૮૧૮ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૮૭૮ થી રૂ.૧૮૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- કોફોર્જ ( ૧૮૩૪ ) :- આઈટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૮૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એથર એનર્જી ( ૧૪૩૮ ) :- રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૩ ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૩૫૮ ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- નેસ્લે ઇન્ડિયા ( ૧૩૨૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા એફએમસીજી સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૦૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સીડીએસએલ ( ૧૨૮૦ ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૬૪ નો પ્રથમ તેમજ રૂ.૧૨૫૫ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- કોચીન શિપયાર્ડ ( ૧૨૬૦ ) :- શિપબિલ્ડિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૮૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સિસ બેંક ( ૧૨૫૦ ) :- રૂ.૧૨૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- મોતીલાલ ઓસવાલ ( ૧૦૭૭ ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૩ થી રૂ.૧૧૦૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૫૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જિંદાલ સ્ટીલ ( ૧૦૬૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા મેટલ્સ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૩૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૭૮ થી રૂ.૧૦૮૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

