Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત
    • Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા
    • Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત
    • Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત
    • Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું
    • Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો
    • Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા
    • New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar:તાલાલા ગીરના એક વેપારી સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ
    જામનગર

    Jamnagar:તાલાલા ગીરના એક વેપારી સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ

    Vikram RavalBy Vikram RavalNovember 12, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.12

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયાધામમાં લગ્ન કરનાર તાલાલા ગીરના એક વેપારી સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે. તેની સાથે લગ્ન કરનાર યુવતી કે જેના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા છતાં તે હકીકત છુપાવીને યુવતી ના પિતાએ બળજબરીપૂર્વક બીજા લગ્ન કરાવી લીધા હોવાથી વેપારી યુવાન દ્વારા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની યુવતીના પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

    યુવતીના અગાઉ લગ્ન અને છુટાછેડા થયા બાબતેના દસ્તાવેજી પુરાવાઓ મેળવવા માટે વેપારી યુવાનને અનેક ધક્કા અને અરજીઓ કરવી પડી હતી, અને અદાલતના દ્વાર ખખડાવવા પડ્યા હતા. ત્યાંથી તેને દસ્તાવેજી પુરાવાઓ મળ્યા પછી આખરે આ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે.

    આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમળેચી ગામના વતની અને લેથ મશીન અને તેના પાર્ટ્સ બનાવવાનું કામ કરતા નીરજભાઈ ઉર્ફે લાલાભાઇ મનસુખભાઈ કમાણી નામના 36 વર્ષના પટેલ વેપારી યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરવા અંગે પોતાની પત્ની ખુશ્બુ ના પિતા રાજકોટ જિલ્લાના લોધિકામાં રહેતા કાંતિલાલ કાનજીભાઈ ઘેટીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે આઇપીસી કલમ 406 મુજબ ગુનો નોંધ્યો છે.

    પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન નીરજભાઈ સાથે ગત 19.1.2021 ના દિવસે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે કે જે પટેલ જ્ઞાતિમાં રીત રિવાજ મુજબ લગ્ન કરાવી આપવામાં આવે છે, ત્યાં તેઓએ આરોપી કાંતિલાલભાઈ ઘેટીયાની પુત્રી ખુશ્બુ સાથે નોંધણી કરાવી લગ્ન કર્યા હતા. ત્યારબાદ ખુશ્બુબેન લગ્ન કરીને નિરજભાઈ ની સાથે થોડો સમય માટે રહેવા આવ્યા હતા, પરંતુ ત્યારબાદ 9.4.2021 ના દિવસે પોતાના ઘેરથી માવતરે ચાલ્યા ગયા હતા, ત્યારબાદ પતિ પત્ની વચ્ચે વિખવાદ ચાલતો હતો. દરમિયાન તેણી ગર્ભવતી બન્યા હતા, અને તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો. જે ક્રીષ્ટિ નામની પુત્રી હાલ ત્રણ વર્ષની છે, અને માતા ખુશ્બુબેન સાથે રહે છે. જે પુત્રીનું અને પોતાનું ભરણપોષણ મેળવવા માટે નીરજભાઈ સામે અદાલતમાં કેસ કરવામાં આવ્યા છે. 

    દરમિયાન નિરજભાઈને હકીકત જાણવા મળી હતી કે ખુશ્બુબેન કે જેના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા હતા, જે હક્કત છુપાવીને તેના પિતા કાંતિલાલભાઈએ પોતાની પુત્રીને બીજા લગ્ન કરી પરણાવી દીધી હતી, જે અંગેની જુદા જુદા પોલીસ સ્ટેશન મા તેમજ અદાલત સમક્ષ અરજીઓ કરી હતી, અને તેની ત્રણેક વર્ષ સુધી દોડધામ ચાલતી હતી.

    દરમિયાન ભરણપોષણ ના કેસ માટેની ખુશ્બુબેન દ્વારા કરાયેલી અરજી અને સોગંદનામાં અંગે નિરજભાઈ દ્વારા તપાસણી કરાતાં અને અદાલતનો આશરો લેવાતાં તેમાં રજૂ કરેલું સોગંદનામુ કે જેમાં ઉલ્લેખ કરેલો હતો, કે પોતાના અગાઉ લગ્ન થઈ અને છૂટાછેડા પણ થયા છે. જે દસ્તાવેજી પુરાવાઓ મેળવીને નીરજભાઈએ જામજોધપુર પોલીસ મથકનો અને અદાલતના સંપર્ક સાધ્યો હતો, અને પોતાની સાથે છેતરપિંડી અંગે ખુશ્બુબેનના પિતા કાંતિલાલભાઈ ઘેટીયા સામે સૌપ્રથમ તલાલા પોલીસ મથકમાં અરજી કરી હતી, ત્યાં પી.એસ.આઇ. જે.એન.ગઢવી દ્વારા ઝીરો નંબર થી એફઆઇઆર દાખલ કરીને આ ફરિયાદને જામજોધપુર પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી હતી. જેના આધારે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

    આ સમયગાળા દરમિયાન ખુશ્બુબેન અને તેના પિતા સહિતના પરિવારજનો દ્વારા વેપારી યુવાન પાસે ફરી છૂટાછેડા મેળવવા માટે મોટી રકમ અને જમીનની માંગણી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: જામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની કેદની સજાનો હુકમ

    July 9, 2026
    જામનગર

    Jamnagar ના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂ. ૪૫ લાખના દંડનો હુકમ સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો

    July 9, 2026
    જામનગર

    Jamnagar બે ચોરાઉ મોટરસાયકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો

    July 9, 2026
    જામનગર

    Jamnagar નજીક ચેલા ગામ પાસે બેફામ જ્યુપીટરની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા

    July 9, 2026
    જામનગર

    એક સપ્તાહથી સંતાકૂકડી રમતો દીપડો હવે Jamnagar નજીકના ખીમલીયા ગામમાં દેખાયો

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026

    Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026

    Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026

    Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.