કુલજર ગામના શખ્સે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ધાક ધમકી આપી અવારનવાર હવસનો શિકાર બનાવી
Vichhiya,તા.31
વિછીયા પંથકની સગીરાને પ્રેમ જાળમાં હસાવી અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં ફુલસર ગામના ભાવિન રામા પરમાર સામે જસદણ પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાય છે. વધુ વિગત મુજબ વિછીયા પંથકની ચકીરાને વિછીયા તાલુકાના ફુલજર ગામના ભાવિન રામા પરમાર નામના શખ્સે વિછીયા પંથકની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી વડોદરા અને ફુલજર ગામ વચ્ચે માર્ચ 2024 થી આજ સુધી અવારનવાર દુષ્કર્મ આચાર્ય અંગેની જસદણ પોલીસ મથકમાં પીડીતાના વાલીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સે પીડીતાના વાલીની ફરિયાદ પરથી ભાવિન રામા પરમાર સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોધી ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદમાં ભાવિન પરમાર એ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ધાક ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચાર્યની ફરિયાદમાં જણાવ્યું છે. ઝડપાયેલા ભાવિન રામા પરમાર ની વિશેષ પૂછપરછ માટે જસદણ પોલીસ મથકના પીઆઈ ટીબી જાની સહિતના સ્ટાફે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.