New Delhi તા.5
દેશમાં વધતા જતા ડિજીટલ પેમેન્ટમાં યુપીઆઇની ભૂમિકા વધી રહી છે અને લોકો હવે મોબાઇલ મારફત નાની રકમનું પણ પેમેન્ટ ડિજીટલ રીતે કરતા હોવાથી સિસ્ટમ ઉપર સતત બોજો વધી રહ્યો છે અને યુપીઆઇ સેવા આપતી કંપનીઓ તથા કલીયરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પરનો સંચાલન બોજો વધી રહ્યો છે.
તે વચ્ચે સરકાર હવે યુપીઆઇમાં રૂા. 2000થી વધુના પેમેન્ટમાં 0.25થી 0.4 સુધીનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કે ચાર્જ વસુલવા છુટ આપે તેવા સંકેત છે. જોકે તેના કારણે એક વ્યકિતથી બીજા વ્યકિત એટલે કે જે પર્સનલ નાણા બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે તેના પર કોઇ બોજો આવશે નહીં પરંતુ મર્ચન્ટ પેમેન્ટમાં આ પ્રકારનો ચાર્જ વસુલી શકાશે.
સંસદના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારામને ગઇકાલે જ ધ ટેકસેસન એન્ડ અધર લો સુધારા ખરડો રજુ કર્યો છે જેમાં બેન્કો અને પેમેન્ટ સર્વિસ આપતી કંપનીઓ જે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા પરનો પ્રતિબંધ છે તે દુર કરવાનો પ્રસ્તાવ છે અને ઇલેકટ્રોનિક પેમેન્ટ મોડ પણ ચાર્જ હેઠળ આવી જશે.
સુત્રોના જણાવ્યા મુજબ રૂા.2000 સુધીનો વ્યવહારો તમામ ડિજીટલ વ્યવહારોમાં ફકત 5 ટકાનો હિસ્સો ધરાવે છે પરંતુ ટ્રાન્ઝેકશન એમાઉન્ટમાં 63 ટકાનો હિસ્સો ધરાવે છે. જેના કારણે વ્યાપક વર્ગ ઉપર તેની અસર નહીં થાય ખાસ કરીને શાકભાજી, કિરાણા, ઓટો કે ટેકસી ભાડા કે તેવી રોજબરોજના વ્યવહારો છે તે રૂા.2000થી નીચેના હોવાનું બહાર આવ્યું છે અને તેથી તેના પર કોઇ વધારાનો ચાર્જની અસર થશે નહીં.
ખાસ કરીને રૂા. 2000થી વધુની મર્યાદા બાંધી છે તે મહત્વની બની રહેશે. જુલાઇ માસમાં ડિજીટલ યુપીઆઇ વ્યવહારો 23.7 બીલીયન નોંધાયા હતા અને 29.9 લાખ કરોડના વ્યવહારો થયા હતા અને તેમાં 95 ટકા વ્યવહારો રૂા.2000 કે તેથી નીચેના હતા.
એટલું જ નહીં વ્યકિતથી વ્યકિત ટ્રાન્સફરમાં કોઇ પણ પ્રકારનો ચાર્જ લગાશે નહીં. હાલ ક્રેડીટ અને ડેબીટ કાર્ડના વ્યવહાર પર આ રીતે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસુલાય છે પરંતુ મોટા ભાગના વ્યાપારીઓ તે ગ્રાહકો પાસેથી વસુલતા નથી પરંતુ કંપનીઓ પણ હવે ડેબીટ-ક્રેડીટ કાર્ડ પર ખાસ ડિસ્કાઉન્ટ આપે છે અને તેથી આ પ્રકારના વ્યવહારોએ ચાર્જ હેઠળ આવવાથી કોઇ મોટો બોજો પડશે નહીં આ અંગે સંસદમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે.

