હિટ એન્ડ રન ના બનાવમાં આધેડનું સિવિલમાં સારવાર કારગત નીવડે તે પહેલા જ પ્રાણ પંખેરુ ઉડી ગયું
Rajkot,તા.02
શહેરના શાંતિનગર ગેટ સામે ટ્રેક્ટરએ મોટરસાયકલને હડફેટે લેતા આધેડ નું મોત નિપજ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે, આ બનાવ થી મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.વધુ વિગત મુજબ શહેરમાં હિટ એન્ડ રન ની ઘટનામાં શાંતિનગર ગેટ સામે મચ્છુનગર ક્વાર્ટર સામેથી મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા કિશોરભાઈ સોલંકી ની મોટરસાયકલ ને પાછળથી ટ્રેક્ટર એ ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં કિશોરભાઈ ને ગંભીર ઈજ થઈ હતીઅને 108 મારફત દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેનું મોતની નિપજયુ હતું.કિશોરભાઈ નું એક્સિડન્ટ થયું હોવા ની જાણ મૃતક મોટાભાઈ દિનેશભાઈ સોલંકી થઈ હતી યુનિ પોલીસ સ્ટેશન માં અકસ્માતનો ભોગ બનેલ કિશોરભાઈ ના ભાઈ દિનેશભાઈ રવજીભાઈ સોલંકી દેવીપુજકની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુધ અકસ્માતે મોત નીપજાવી નાસી ગયા અંગેની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન કે પંડ્યા એ તપાસ કરી છે