સસરાની મિલકત ના વિવાદ મારામારી સુધી વકર્યું..
Rajkot,તા.03
શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ સરદાર નગર મેઇન રોડ એબીસી મેડિકલ નજીકના બકુલ લોઢવ્યા ક્લિનિકમાં જૈન આધેડ પર સાઢુભાઈએ હુમલો કરતા ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સરદાર નગર મેઇન રોડ પર રહેતા ભાવેશભાઈ બીપીનચંદ્ર ઊંચાટ જૈન ૪૯ ગઈકાલે બપોરે ૧/૩૦ વાગ્યાના સુમારે તેમના પત્ની ના બકુલ લોઢવ્યા ક્લિનિકમાં બેઠા હતા ત્યારે તેના સાઢુ વોરાભાઈ અને તેના સાગરીતો એ આવી ભાવેશભાઈ સાથે ઝઘડો કરી પથ્થર મારો કરતા માથું ફૂટી ગયું હતું અને ભાવેશભાઈ બેભાન થઈને ઢળી પડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, આ બનાવ ના કારણોમાં ભાવેશભાઈ ના પિતરાઈ ભાઈ દેવાંગભાઈએ જણાવ્યું હતું કે ભાવેશભાઈ ને તેમના સાઢુભાઈ સાથે સસરા ની મિલકત અંગે તકરાર ચાલે છે ભાવેશભાઈ ના સસરાને પુત્ર ન હોય બે બહેનો વચ્ચે મિલકત નું મનદુખ ચાલે છે આ મન દુઃખ માં ગઈકાલે ભાવેશભાઈ પર તેના સાઢુભાઈએ હુમલો કરી પથ્થરા મારીને ઇજા કરી હતી આ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ કરી છે