Morbi,તા.06
ધરમપુર ગામે અજાણ્યા ચાર ઈસમો સહિતના છ આરોપીઓએ મહિલાને ગાળો આપી તેના દીકરાને ઢીકા પાટું અને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબી તાલુકાના જુના ધરમપુર ગામે રહેતા હંસાબેન નરભેરામભાઈ જંજવાડિયા (ઉ.વ.૪૫) વાળાએ આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામાં, રણજીત ઉર્ફે ચકન રહે બંને મોરબી તેમજ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૩ ના રોજ મોડી રાત્રીના સમયે ફરિયાદીના પતિ જયદીપ મુકેશભાઈ ઉપસરીયાએ મોટરસાયકલમાં લેઝર લાઈટ રાખી હતી જે બાબતે આરોપીએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જેનો ખાર રાખી ચાર અજાણ્યા સહિતના છ આરોપીઓ સ્વીફ્ટ કારમાં આવી ફરિયાદી હંસાબેન સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી
તેમજ હંસાબેનના દીકરા નૈમિષ અને હિતેશને ઢીકા પાટું માર મારી લાકડાના ધોકા વડે બંને દીકરાને માર મારી બાઈક લઈને બે અજાણ્યા ઈસમો આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે

