Morbiતા.06
શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક વર્ષની બાળકીને કાર ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા બાળકીનું મોત થયું હતું અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો
મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે રહેતા કાલુરામ સીતારામ બાવરીયા (ઉ.વ.૩૫) વાળાએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૪ ના રોજ મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ફરિયાદીની દીકરી દિવ્યા (ઉ.વ.૦૧) વાળીને ઠોકર મારી હતી જેથી બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું અકસ્માત બાદ કાર ચલાવી આરોપી નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

