Morbi,તા.06
મોરબી ખાણ ખનીજ વિભાગની તમી વિવિધ સ્થળોએ આકસ્મિક ચેકિંગ કરી ખનીજ ચોરી રોકવા કાર્યરત હોય દરમિયાન બે સ્થળેથી ગેરકાયદે ખનીજ પરિવહન કરતા બે ડમ્પર ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેર દ્વારા જીલ્લામાં મળતી ખનીજચોરીની ફરિયાદ અરજીઓ સંદર્ભે રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ જી મહેશ્વરીની ટીમ દ્વારા રાપર નદીના પટમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી જ્યાં સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વિના બિનઅધિકૃત વાહન કરતા ડમ્પર નંબર વગરનું મળી આવ્યું હતું જેના માલિક સાગરભાઈ માલા રહે કાલાવડનું હોવાનું ખુલ્યું છે તેમજ માળિયા રોડ પર રાત્રીના ચેકિંગ દરમિયાન ડમ્પર સફેદ માટીનું રોયલ્ટી વગર પરિવહન કરતા ઝડપાયું હતું જે બંને વાહનો જપ્ત કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી છે

