Morbi,તા.11
સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસિંગના નાકા પાસેથી આરોપી રીતેશ નીતિન ચૌહાણ (ઉ.વ.૩૪) વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૮૩૫૨ નો જથ્થો કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

