Morbi તા.૨૪
નાના દહીંસરા ગામ નજીક શ્રમિક યુવાનને માથામાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી બાદ જામનગર ખસેડાયો હતો જ્યાં યુવાનનું મોત થયું હતું
મૂળ ઝારખંડના વતની અને હાલ નાના દહીંસરા શ્રી કૃષ્ણ પેટ્રોલ પંપ પાસે રહેતા ફલેન્દ્ર મહતો ડાલેશ્વર મહતો (ઉ.વ.૩૦) નામના યુવાનને ગત તા. ૦૮-૧૧ ના રોજ નાના દહીંસરા નજીક હતો ત્યારે અચાનક માથામાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

