Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ

    June 24, 2026

    Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે

    June 24, 2026

    America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ
    • Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે
    • America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે
    • America માં સીટીઝનશીપ પ્રક્રિયા વધુ મોંઘી : અરજી ફીમાં 80 ટકાનો તોતીંગ વધારો થશે
    • Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે
    • Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો
    • Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત
    • શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM Bhupendra Patel
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Navsari: પોક્સો કોર્ટનો કડક ચુકાદો, સગીરા બહેનોને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર બે યુવાનોને ૨૦-૨૦ વર્ષની સજા
    ગુજરાત

    Navsari: પોક્સો કોર્ટનો કડક ચુકાદો, સગીરા બહેનોને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર બે યુવાનોને ૨૦-૨૦ વર્ષની સજા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026Updated:June 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Navsari,તા.૬

    સગીરા બાળકીઓને પ્રેમની લાલચ આપીને ભગાડી જવા અને તેમના શોષણના કેસમાં Navsari જિલ્લા પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશના બે આરોપી યુવાનોને દોષિત ઠેરવીને ૨૦-૨૦ વર્ષના કડક કારાવાસની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે બંને પીડિતા સગીરાઓને ગુજરાત વિક્ટિમ કમ્પનસેશન સ્કીમ હેઠળ એક-એક લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.

    આ સમગ્ર ઘટના Navsari જિલ્લાના ખેરગામ તાલુકાની છે. વર્ષ ૨૦૨૫માં ખેરગામમાં મજૂરી કરીને જીવન ગુજારતા એક પરિવારની બે સગી બહેનો આરોપીઓની જાળમાં ફસાઈ ગઈ હતી. આરોપીઓએ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી. ૧૫ વર્ષની સગીરાને આરોપી ભોલા કાળુ કશ્યપે અને ૧૬ વર્ષની સગીરાને માંગે ચંદ્રપાલ કશ્યપે વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના વાયદા સાથે ઉત્તર પ્રદેશ ભગાડી ગયા હતા.

    ઉત્તર પ્રદેશ પહોંચ્યા બાદ બંને આરોપીઓએ સગીરાઓ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન પરિવારજનોને દીકરીઓના ગાયબ થવાની જાણ થતાં તેમણે ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ મહેનતના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ખેરગામ પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી અને બંને આરોપીઓને ધરપકડ કરી નવસારી લઈ આવી હતી. સાથે જ પોલીસે બંને સગીરાઓને સકુશળ શોધી કાઢીને તેમના માતા-પિતાને સોંપી દીધી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ, દુષ્કર્મ અને સગીરાના અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને કેસ કોર્ટમાં ચલાવ્યો હતો.

    નવસારીની વિશેષ પોક્સો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભાવેશ ગુપ્તાએ મજબૂત દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા. પીડિતાઓના નિવેદનો, મેડિકલ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાના આધારે કોર્ટે આરોપીઓનો ગુનો પુરવાર માન્યો હતો.

    સરકારી પક્ષના વકીલ ભાવેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે સગીરા બાળકીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું જીવન બરબાદ કરવું એ ગંભીર ગુનો છે. આવા ગુનાઓ સમાજ માટે કલંકરૂપ છે. તેથી કોર્ટે બંને આરોપી ભોલા કાળુ કશ્યપ અને માંગે ચંદ્રપાલ કશ્યપને ૨૦-૨૦ વર્ષના સખત કારાવાસની સજા ફટકારી છે. સજા ઉપરાંત કોર્ટે માનવતાના ધોરણે મહત્વનો નિર્ણય કરતા જણાવ્યું કે, ગુનાના કારણે પીડિતાઓને થયેલી માનસિક અને શારીરિક યાતનાને ધ્યાનમાં લઈને તેમને ‘ધ ગુજરાત વિક્ટિમ કમ્પનસેશન સ્કીમ’ હેઠળ એક-એક લાખ રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવે.

    Navsari NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM Bhupendra Patel

    June 23, 2026
    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’, વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    સુરત

    Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ

    June 24, 2026

    Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે

    June 24, 2026

    America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે

    June 24, 2026

    America માં સીટીઝનશીપ પ્રક્રિયા વધુ મોંઘી : અરજી ફીમાં 80 ટકાનો તોતીંગ વધારો થશે

    June 24, 2026

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ

    June 24, 2026

    Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે

    June 24, 2026

    America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.