Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 28 એપ્રિલનું પંચાંગ
    • 28 એપ્રિલનું રાશિફળ
    • શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
    • ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.
    • પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
    • Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
    • Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Dakor માં ફાગણી પૂનમે રણછોડરાયની ઝાંખી કરવા જતાં પદયાત્રીકોનો માર્ગો પર ધસારો
    ગુજરાત

    Dakor માં ફાગણી પૂનમે રણછોડરાયની ઝાંખી કરવા જતાં પદયાત્રીકોનો માર્ગો પર ધસારો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Dakor, Nadiad,તા.13
    ડાકોરના ઠાકોરના દર્શન માટે દર પૂનમે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે પરંતુ ફાગણી પૂનમે ઠાકોરજી સાથે ધૂળેટી રમવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચે છે. ત્યારે ડાકોર તરફના દરેક માર્ગો ‘ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ’ના નાદથી ગૂંજી ઉઠયા છે. તેમજ નગરમાં પાંચ પોઈન્ટ્સ પર પાંચ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પોલીસ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ ડાકોર ફાગણોત્સવમાં કલાકારોની વિવિધ કૃતિઓનો આનંદ લઈ રહ્યાં છે.

    ચાલુ વર્ષે પૂનમના રોજ અંદાજે પાંચ લાખથી વધુ પદયાત્રીકો દર્શનાર્થે ઉમટે તેવી શક્યતા છે. મંગળવાર રાત્રીથી પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે. બુધવાર સુધીમાં અંદાજે ૫૦ હજારથી વધુ પદયાત્રીઓ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત તરફથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર તરફ આવી રહ્યા છે અને ‘ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ’ના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠયાં છે.

    યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે સાથે કાળઝાળ ગરમીમાં પદયાત્રી સહિતના ભક્તોને મુશ્કેલી ના પડે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર સહિતની ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પાંચ દિવસ સુધી પાંચ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ જૂદા જૂદા પાંચ પોઈન્ટ્સ પર ૨૪ કલાક તૈનાત રહેશે. એક એમ્બ્યુલન્સમાં એક પાયલોટ, ઈએનટી મળી ચાર વ્યક્તિઓ સાથે ૨૦ વ્યક્તિઓનો સ્ટાફ હાજર રહેશે.

    જેમાં તા.૧૧ માર્ચથી ૧૫ માર્ચ સુધી ડાકોર મંદિરના ગેટ પાસે, ડાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, ગાયોના વાડે, નગરપાલિકા પાસે, ઠાસરા રોડ પર આવેલી પીડબલ્યૂડી ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

    કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પોલીસ દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નેત્રમ સીસીટીવી કેમેરા દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા-નડિયાદ દ્વારા ડાકોર ફાગણોત્સવ-૨૦૨૫ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જેમાં હાસ્યકલાકાર દ્વારા હળવી શૈલીમાં ગ્રામીણ જીવનની પ્રસ્તુતી કરી હતી. ઉપરાંત વિવિધ કલાકારો દ્વારા ઢાલ-તલવાર રાસ, ક્રિષ્ના લીલા, સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ડાકોરના ઠાકોરના તાલે ગરબે ઝૂમ્યાં હતાં.

    Dakor Nadiad Phagani Poonam
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને Chaitanya Vasava વચ્ચે લાફાલાફી, વીડિયો વાયરલ

    April 27, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ બંદૂકની અણીએ એસબીઆઇ બેંકમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    ગુજરાત

    Chhota Udepur જિલ્લાના પાવી જેતપુરમાં ટ્રેલરની ટક્કરથી બે લોકોનાં મોત થયાં

    April 27, 2026
    અમદાવાદ

    Dhandhuka માં મતદાન બાદ ઈવીએમ ખાનગી કારમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    અમદાવાદ

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    ગુજરાત

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026

    ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026

    પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી

    April 27, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    28 એપ્રિલનું પંચાંગ

    April 27, 2026

    28 એપ્રિલનું રાશિફળ

    April 27, 2026

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.