Surendranagar, તા.7
ધ્રાંગધ્રામાં તળાવની પાળ પાસે આવેલા મયુરબાગ વિસ્તારમાં રાત્રે ઉનાળાને લીધે લોકોની ભાડે જામે છે. લોકો પરિવાર સાથે હરવા ફરવા અવનવી રાઈડની બાળકોને મજા માણવા અને ગોલા ખાવા માટે આવે છે. ત્યારે રાત્રિના સમયે આ વિસ્તારમાં અમુક લુખા તત્ત્વનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ લુખ્ખા તત્વો કાબુમાં રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકવામાં આવે તેવી માંગ ઊઠી છે.
ઉનાળાનો સમય હોવાથી ધ્રાંગધ્રામાં રાત્રિના અને સમય મોટી સંખ્યામાં લોકો મયુરબાગ અને આસપાસ વિસ્તારમાં ગોલાની મજા માણવા અને અવનવી રાઈડમાં બાળકોને રમવા માટે પરિવાર સાથે આવે છે. રાત્રિના સમયે અમુક લુખ્ખા તત્વો પોતાના વાહનો બેફામ ચલાવી અને છાકટા બનીને ફરતા જોવા મળી રહ્યા છે.
આ વિસ્તારમાં રાત્રિના શહેર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે અને પોલીસનું પેટ્રોલિંગ કરવામાં આવે તો લુખ્ખા તત્વો ઉપર નજરે રહે. ત્રાસ દૂર થાય તે માટેની લોક માંગ ઉઠી છે. આ અંગે સુખદેવભાઈએ જણાવ્યું કે વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બને છે. અને કારખાના અને દુકાનોમાં રાત્રિના સમયે ચોરી કરી લઈ જાય છે.
ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું કે, આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ અને બંદોબસ્ત મૂકી અને લુખ્ખા તત્વો ઉપર નજર રખાશે. કોઈપણ જાતના લુખ્ખા તત્વો જોવા મળશે તો તેની સામે કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

