નોકરીએથી મોડી રાત સુધી પરત ન આવતા પત્નીએ ફોન કરતા 108 ના કર્મી.એ ફોન ઉપાડતા ઘટનાની જાણ થઈ
જુના માર્કેટિંગ યાર્ડ નજીક સુનિલ નામના શખ્સે મોબાઈલ કરી પૂર્વ મિત્ર વિમલને બોલાવી એકથી વધુ શખ્સની મદદથી ઢાળી દીધા ને આશંકા, બે શખ્સ સકંજામાં
Rajkot,તા.04
શહેરના જુના માર્કેટિંગ યાર્ડ નજીક રસ્તા પાસે ગત મોડી રાત્રે કોઠારીયા મેન રોડ નજીક ઘનશ્યામ નગરમાં રહેતા અને પોસ્ટ ઓફિસ ગાડી ચલાવતા વિમલ નામના યુવાનની તીક્ષણ હથિયારના ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યા અંગેની ઘટના પ્રકાશમાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. મૃતકના મિત્રને ઉઠાવી લીધો હતો જ્યારે મૃતકના પરિવાર દ્વારા અન્ય આરોપીને ધરપકડ બાદ જ મૃતદેહ સ્વીકારવાની માંગ પર અડગ રહેતા આજીડેમ પોલીસ મથક અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલે દોડી જાય તમામ ને ઝડપી લેવાની ખાતરી આપતા પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં આવી હતી.તેમજ હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની દિશામાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ એવી જાડેજા સહિતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા મેન રોડ નજીક આવેલા ઘનશ્યામ નગરમાં રહેતા વિમલભાઈ ધનજીભાઈ એંધાણી નામના 39 વર્ષીય યુવાન ની તીક્ષણ હથિયારના ધા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા અંગેની આજી ડેમ પોલીસને જાણ થતા પી.આઈ એ બી જાડેજા સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા પ્રમાણે મૃતક વિમલભાઈ પોસ્ટ ઓફિસ ની કોન્ટ્રાક્ટ બેઝ પર ગાડી ચલાવે છે. ગત રાત્રે ઘરે મોડે સુધી ઘરે ન આવતા પત્ની મીનાબેને વિમલભાઈ ના ફોનમાં ફોન કરતા 108 વાળા એ ફોન ઉપાડતા હોવાથી મીનાબેન ને કંઈક હજુ થયું હોવાની જાણ થતાં તેઓએ તુરત પોતાના જેઠ મુકેશ ભાઈ ધનજીભાઈ અંધાણીને ફોન કરીને જાણ કરી કે તમારા ભાઈ વિમલ નો ફોન 108 વાળા ઉપાડે છે. કંઈ અજુકતુ થયાનુ ધ્યાને આવતા મુકેશભાઈ તુરત પરિવારજનો સાથે હોસ્પિટલે દોડી ગયા હતા જ્યાં પોતાના ભાઈ વિમલભાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા.તેમજ શરીર પર તીક્ષણ હથિયારના ધા ની ઇજા થઈ હતી. પોલીસે વિમલભાઈ ના મૃતદેને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યો હતો. મૃતક વિમલભાઈ ના ભાઈ મુકેશભાઈ ની ફરિયાદ પરથી સુનીલ નામના શખ્સે હત્યા કર્યાનું આક્ષેપ કર્યો હતો.પરિવારજનોના કહેવા મુજબ વિમલને માર મારવામાં ત્રણ થી વધુ લોકોએ હથિયાર ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવાનું જણાવ્યું હતું. તેમજ મૃતક વિમલભાઈ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. માતા છે અને પિતાનું અવસાન થયું છે.તમામ ભાઈ બહેન ના લગ્ન થઈ ગયા છે.મૃતક વિમલભાઈ ને બે પુત્ર અનેએક પુત્રી છે. વિમલભાઈ ઘનશ્યામ નગરમાં અલગ રહે છે. ગત રાત્રે વિમલભાઈ પોસ્ટ ઓફિસની ગાડી ચલાવે છે. સવારે ઘરેથી ગયા બાદ રાત્રે ઘરે આવતા હોય પણ ગત રાત્રે સમયસર ઘરે ન આવતા પરિવારજનોએ તપાસ કરતા બનાવ સામે આવ્યો હતો. પોલીસે હાલ સુનિલ નામના શખ્સ એક સામે જ ગુનો નોંધ્યો હોય અને તેની ધરપકડ કરી હોય તેમ જ હાથી પરિવારજનોએ એકથી વધુ શકશો હત્યામાં સંડોવાયાની હાથ શંકા વ્યક્ત કરી અને જ્યાં સુધી અન્ય આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવતા એક આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ બી જાડેજા સહિતના અધિકારીઓ હોસ્પિટલે દોડી જય અન્ય આરોપીઓને સંડોવણી હશે તો તેઓને પણ ઝડપી લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપતા અંતે પરિવારજનો દ્વારા લાશને સ્વીકારવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ના આધારે બે શખ્સોને અટકાયત કરવામાં આવી છે જ્યારે તેની સાથે સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.