Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Prime Minister Modi’s ‘Vocal for Local’ અભિયાનના ગુજરાતની ભાજપ સરકારે જ લીરેલીરાં ઊડાવ્યાં
    સુરત

    Prime Minister Modi’s ‘Vocal for Local’ અભિયાનના ગુજરાતની ભાજપ સરકારે જ લીરેલીરાં ઊડાવ્યાં

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.08

    સુરત શહેરના પોશ વિસ્તાર રૂંઢમાં કુટીર ઉદ્યોગના નામથી સંપાદન થયેલી સર્વે-બ્લોક નંબર-54 વાળી 18,700 ચોરસમીટર જગ્યા પરથી સંપાદન ઉઠાવી લેવા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુડાને ગત તારીખ 29 ફેબ્રુઆરીએ પત્ર લખાયો છે. રૂા. 325 કરોડની બજાર કિંમત ધરાવતી આ જગ્યા પરથી સંપાદન હટાવવા માટે સુરતના શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.

    ઉદ્યોગના નામે સંપાદન થયેલી જમીન છૂટી કરવા મંજુરી આપી દેવાઈ

    લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) અગાઉ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો સામે આંગળી ચિંધાઈ રહી છે. સુરતમાં કેટલાક અગ્રીમ હરોળના બિલ્ડરોને કરોડો રૂપિયા કમાવી આપવા ઝોન બદલી આપવાના નિર્ણય વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુરતના રૂંઢ વિસ્તારમાં આવેલી કુટીર ઉદ્યોગના નામે સંપાદન થયેલી જમીન છૂટી કરવા મંજુરી આપી દેવાઈ હતી. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અગાઉ ગઈ તારીખ 13મી માર્ચના રોજ સુડાની બોર્ડ મિટીંગ મળી હતી.

    સંપાદન થયેલી જમીન રિઝર્વેશન મુક્ત કરવા સુડાને પત્ર લખાયો હતો

    બોર્ડ મિટીંગના એજન્ડા ઉપર રજૂ થયેલી દરખાસ્તમાં સુડાના ડેવલપમેન્ટ પ્લાન-2035માં જાહેર થયેલા ઝોન પૈકી કેટલાક ગામના ચોક્કસ સરવે નંબરોવાળા ઝોનમાં ફેરફાર કરવા કામ નં. 2 રજૂ થયું હતું. સોનારી, અબ્રામા, ખરવાસા, બોણંદ અને ભરથાણા-કોસાડ સહિતના કેટલાક ગામોમાં બિલ્ડરોએ ખરીદેલી કરોડો રૂપિયાની જમીનના ઝોનમાં ફેરબદલ કરવા તખતો ઘડાયો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રી કાર્યાલયમાંથી 3 ગામોની જમીન ઝોનમાં ફેરફાર કરવા તથા રૂંઢમાં સરકારી માલિકીની કુટીર ઉદ્યોગ માટે સંપાદન થયેલી જમીન રિઝર્વેશન મુક્ત કરવા સુડાને પત્ર લખાયો હતો.

    સરકારી તંત્રમાં પણ સોપો પડી ગયો

    આ પત્રને અનુસંધાને હાલમાં રૂા.325 કરોડનો બજારભાવ ધરાવતી લગડી જેવી સરકારી માલિકીની જમીન સંપાદન મુક્ત કરવા સુડા બોર્ડમાં મુખ્ય કારોબારી અધિકારીને આગળની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. સરકારી જમીન છૂટી કરવા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી લખવામાં આવેલા પત્રને કારણે સુરતના સરકારી તંત્રમાં પણ સોપો પડી ગયો છે.

    પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલ કેમ્પેઈનના ભાજપની સરકારે જ લીરેલીરા ઉડાવ્યા

    દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યાં છે. વોકલ ફોર લોકલની વાતો કરી રહ્યાં છે. બીજી તરફ ગુજરાત સરકાર જ લઘુ અને કુટીર ઉદ્યોગ માટે સંપાદન કરાયેલી કરોડો રૃપિયાની જમીન મળતિયાઓર્ને પધરાવી દેવા કરોડો રૂપિયાનું ગણિત માંડીને બેઠી છે. આ જમીન ઉપર લઘુ ઉદ્યોગ શરૂ કરવામાં આવે, કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે તો સાધારણ વર્ગના અનેક લોકોને રોજગાર મળે તેમ છે. આવા શુદ્ધ હેતુને બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ કુટીર ઉદ્યોગની જમીન સંપાદન મુક્ત કરવા પત્ર લખવામાં આવી રહ્યો હોય ગુજરાત સરકાર (Gujarat Government)ના ‘ચાવવાના અને બતાવવાના દાંત’ અલગ અલગ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. ગુજરાત સરકાર પોતે જ પ્રધાનમંત્રીના સંકલ્પ ઉપર પાણી ફેરવી રહી છે.

    cottage-industry Gujarat-Government SUDA surat Surat-Municipal-Corporation
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    મોરબી

    Morbi: નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયા સુરજબારી ચેકપોસ્ટ નજીક ડમ્પરે ફૂલબ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી ગઈ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયાના ચીખલી ગામે મીની હથિયાર ફેક્ટરી ચલાવનાર પાસેથી વધુ એક હથિયાર કબજે

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.