Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    • જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump
    • Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર
    • Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી
    • શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં
    • Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ
    • Jamnagarના મોખાણા ગામે ફરી દીપડાના આંટાફેરા, કૂતરાનું મારણ કર્યું,ભયનો માહોલ
    • Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot Lok Mela: રાઈડ સંચાલકોની માંગણી છતાં SOP હળવી નહીં થાય, કલેક્ટરનું સ્પષ્ટ વલણ
    રાજકોટ

    Rajkot Lok Mela: રાઈડ સંચાલકોની માંગણી છતાં SOP હળવી નહીં થાય, કલેક્ટરનું સ્પષ્ટ વલણ

    Vikram RavalBy Vikram RavalJune 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     Rajkot,તા.05

    રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ, પ્રદુષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી. પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14મીથી 18મી ઓગષ્ટ 2025 સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેર કરી છે. ત્યારે આ વખતે રાઈડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર કરાયો નથી.

    સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં કોઈ મોડી દુર્ઘટના ના ઘટે તે માટે તંત્ર દ્વારા કડક એસઓપી બનાવવામાં આવી છે. ત્યારે રાઈડ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવાની માંગ કરવામાં આવી છે. પરંતું એસઓપીને SOPને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ‘રાઈડ્સ અંગેની એસઓપીમાં કોઈ ફેરફાર નહીં થાય. એસઓપી લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. મને આશા છે કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે.’

    રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જન્માષ્ટમીના તહેવારોમાં યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે SOP જાહેર કરી હતી.

    મેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલ -પ્લોટ માટેના ફોર્મ નવમી જૂનથી 13મી જૂન સુધીમાં મેળવી લેવાના રહેશે. આ ફોર્મ ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, નાયબ કલેક્ટર કચેરી પ્રાંત-1, જૂની કલેક્ટર કચેરી રાજકોટ ખાતેથી સવારે 11.00થી સાંજના 4.00 સુધી મેળવી લેવાના રહેશે. અરજીપત્રક માટેની ફી રૂ.200 નક્કી કરવામાં આવી છે. ફોર્મમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજીપત્રક રજૂ કરી શકાશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે.

    જ્યારે બી કેટેગરીના રમકડાંના 120 સ્ટોલ, કેટેગરી સીના ખાણીપીણીના 6 સ્ટોલની હરાજી 23 જૂનથી 11.00 કલાકે, જ્યારે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 12 પ્લોટની હરાજી 23 જૂનના રોજ સવારે 11.30 કલાકે રાખવામાં આવી છે. આ ઉપરાંત 24 જૂના એ ખાણીપીણી માટેના 2 પ્લોટ અને બી-1 કોર્નર ખાણીપીણીના 44 પ્લોટ માટે સવારે 11.30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જી કેટેગરીના 20 અને એચ કેટેગરીના 6 પ્લોટની હરાજી 25 જૂનના બુધવારે સવારે 11.30 કલાકે થશે. જ્યારે 26 જૂને ગુરુવારે કેટેગરી એક્સ આઈસક્રીમના 16 પ્લોટ અને કેટેગરી ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે સવારે 11.30 કલાકે હરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ,પ્લોટના ડ્રો અને હરાજી નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ-1 જૂની કલેક્ટર કચેરી કંપાઉન્ડ ખાતે યોજાશે.

    Rajkot Rajkot Lok Mela
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026
    રાજકોટ

    Rajkotમાં હાઇટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મોબાઇલ એપથી કાર સ્ટાર્ટ કરતા હતા

    July 10, 2026
    રાજકોટ

    Rajkot-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાયા,ટિકિટોનું બુકિંગ ૧૧ જુલાઈથી

    July 10, 2026
    રાજકોટ

    Rajkot: કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: પાંચ ચોરીની રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.