Surendranagar, તા.16
માર્ચ મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠું થયું અને ભારે પવન સાથે વરસાદ થયો ત્યારે સૌથી વધુ ખેડૂતો ઉપરાંત રણના ખેડૂ ગણાતા અગરિયાઓને નુકસાન થયું 1500થી વધુ અગરિયાઓ મીઠું પકવી અને પોતાનું જીવન ધોરણ ચલાવી રહ્યા છે વાવાઝોડા અને પવનના કારણે અગરિયાઓને સોલાર પેનલો રણમાંથી તૂટી ગઈ અને મીઠાના પાકને પણ વ્યાપક નુકસાન થયું ત્યારે આ અંગે સરકાર દ્વારા અને ઉદ્યોગ કમિશનર કચેરી દ્વારા અગરિયાઓને થયેલા નુકસાન અંગેના સર્વે હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી.
ત્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટીમ દ્વારા રણમાં ધામા નાખી અને સર્વે કરવામાં આવેલ અને નુકસાની અંગેનો રિપોર્ટ પણ હવે ઉદ્યોગ કમિશનર કચેરીમાં સોંપવામાં આવ્યો છે રણમાં 1500થી વધુ અગરિયાઓને નુકસાન થયું છે પરંતુ સર્વે માત્ર 680 જેટલા અગરિયાઓનું કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ત્યારે પ્રત્યેક અગરિયાઓને 35 ટકા જેટલું નુકસાન થયું છે અને 35% જેટલી પેનલો તૂટી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાવાઝોડા થી માત્ર સોલર પેનલોનો સર્વે કરવામાં આવ્યો છે અન્ય કોઈ સર્વે કરવામાં આવ્યો નથી અને આનો રિપોર્ટ ઉદ્યોગ કમિશનરને સોંપી આપવામાં આવ્યા હોવાનું પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
જે સમયે રણમાં ભારે પવન સાથે વરસાદ થયો ત્યારે મીઠા ઉપર માટીના થર જામી ગયા જેને લઈને અગરિયાઓની તૈયાર મીઠાની ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી અને તેની ક્વોલિટી પણ ખરાબ થઈ ગઈ છે આ ઉપરાંત અગરિયાઓના ઝુંપડા અને ઘરવખરીને પણ નુકસાન થયું હતું અને અગરિયાઓના રણમાં રહેલા અલગ અલગ વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હતું પરંતુ આ અંગે તંત્ર દ્વારા કોઈ સર્વે નથી કરવામાં આવ્યો માત્ર સોલાર પ્લેટો તૂટી હોય તો તેનો સર્વે કરી અને ત્યારબાદ સરકારને સોંપવામાં આવ્યો છે.
રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ પણ અગરિયાઓને સહાય મળશે કે કેમ તે એક સળગતો સવાલ છે કારણ કે અગરિયાઓ દ્વારા મંત્રીઓ ધારાસભ્ય અને મુખ્યમંત્રી અને સરકારના ગાંધીનગર સુધીના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર સોલાર પ્લેટોનો સર્વે કરી અને તંત્ર સંતોષ અનુભવી રહ્યું છે ત્યારે અગરિયાઓને સહાય મળશે કે કેમ તે એક હવે સળગતો સવાલ છે.
રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે સહાય મળશે કે નહીં તે સરકાર નક્કી કરશે –
રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે જે અગરિયાઓને નુકસાન થયું છે તેમાં સોલાર પ્લેટનો માત્ર ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે 35% જેટલું નુકસાન થયું છે તે અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
ત્યારે સહાય મળશે કે કેમ તે સવાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર સતીશ પારેજીયાને પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર નક્કી કરશે તો તેમને સોલાર પ્લેટ માં નુકસાન થયું છે તેનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે ત્યારે અન્ય કોઈ સર્વે કરવામાં આવ્યો નથી સરકાર નિર્ણય કરશે તો જ સર્વે બાદ સહાય તે રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
મીઠાના ઉત્પાદનને નુકસાન થયું તેનું શું અગરિયાઓના સરકાર સામે સવાલ.
ભારે પવન સાથે વરસાદ થયો ત્યારે 20 માર્ચના રોજ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ અગરિયાઓના મીઠા ઉપર પણ માટીના થર જામી ગયા જેને લઈને ક્વોલિટીમાં પણ ખૂબ ખરાબ થઈ ગઈ છે ત્યારે માત્ર સોલાર પ્લેટનો સર્વે કરવામાં આવ્યો છે મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી મુખ્યમંત્રીને મળવામાં આવ્યું અને અધિકારીઓને પણ લેખિતમાં માંગણી કરવામાં આવી.
ત્યારે માત્ર સોલાર પ્લેટરનો સર્વે કરાયો અન્ય ઘરવખરી અને રણમાં મીઠા ને નુકસાન થયું છે તેનો કોઈ સર્વે નથી કરવામાં આવ્યો ત્યારે હવે સહાય મળશે કે કેમ તે પણ હવે સવાલો ઊભો થઈ રહ્યો છે ત્યારે સરકાર અગરિયાઓની સામું જોવે અને સહાયની માંગ કરવામાં આવી છે.

