Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો

    August 28, 2026

    Ahmedabad : જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાંથી ૭૪૦૦૦ની ચોરી

    August 28, 2026

    ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો
    • Ahmedabad : જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાંથી ૭૪૦૦૦ની ચોરી
    • ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી
    • Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા
    • Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ
    • Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી
    • Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sushant Singh Rajput સાથેના બાળપણના ફોટા શેર કરી લખી હૃદયસ્પર્શી પોસ્ટ!
    મનોરંજન

    Sushant Singh Rajput સાથેના બાળપણના ફોટા શેર કરી લખી હૃદયસ્પર્શી પોસ્ટ!

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્વેતા સિંહ કીર્તિનું કહેવું છે કે આ પ્રકારની તમામ યાદોને તેઓ પોતાના દિલની નજીક રાખશે

    Mumbai, તા.૨૮

    બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને અવસાન પામે લગભગ ૬ વર્ષ થઈ રહ્યા છે. પરંતુ આ વર્ષોમાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે તેમની બહેન શ્વેતા કીર્તિ સિંહે તેમને યાદ ન કર્યા હોય. રક્ષાબંધન પહેલાં ગુરુવારે શ્વેતાએ ભાઈને યાદ કરીને એક ખાસ પોસ્ટ કરી હતી.શ્વેતા કીર્તિ સિંહે ઇન્સ્ટાગ્રામ પર ભાઈ સુશાંત સિંહ રાજપૂત સાથે બાળપણના કેટલાક ફોટા પોસ્ટ કર્યા, જેમાં બંનેએ સાથે વિતાવેલી ક્ષણો સામેલ છે. પ્રથમ તસવીરમાં સુશાંત બહેન શ્વેતા કીર્તિના રમકડાં સાથે રમી રહ્યા છે, તો બીજી તસવીરમાં શ્વેતા ભાઈને કલાકોંદ ખવડાવી રહી છે.આ પોસ્ટ દ્વારા શ્વેતા કીર્તિએ પોતાના ભાઈ અને એક્ટર સુશાંત સાથે વિતાવેલી ક્ષણો શેર કરી. તેમણે લખ્યું, ‘મને આજે પણ આ દિવસ સારી રીતે યાદ છે. તમારી સાથે મારાં બધાં રમકડાં શેર કરીને હું કેટલી ખુશ હતી. મારી એકમાત્ર ઢીંગલી, નાનું કિચન સેટ જે મને ગિફ્ટમાં મળ્યું હતુંપ તમને તેનાથી રમતા અને ખુશ થતા જોઈને મને વધુ ખુશી મળતી હતી.’શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું, ‘મીઠાઈઓ આપણા બંનેને ખૂબ પસંદ હતી અને તેની વાર્તા પણ બિલકુલ અલગ હતી. હું એ ચોક્કસ કરવા માંગતી હતી કે આપણા બંનેને સરખે ભાગે મળે. કોઈને વધુ નહીં, કોઈને ઓછું નહીં, બિલકુલ સરખું હોવું જોઈતું હતું.’શ્વેતા સિંહ કીર્તિએ શેર કરેલી તસવીર વિશે જણાવતાં લખ્યું, ‘આ તસવીરમાં રક્ષાબંધન પર ભાઈને કલાકોંદ ખવડાવતી વખતે મારો ચેહરો જુઓ, મને યાદ છે. હું એ વાતને લઈને કેટલી ચોક્કસ હતી કે તેને બરાબર અડધો જ આપું, જરા એ એક્સપ્રેશન જુઓ. કેટલી ધ્યાનથી જોઈ રહી છું કે તે મોટો બાઇટ ન લે.’શ્વેતા સિંહ કીર્તિનું કહેવું છે કે આ પ્રકારની તમામ યાદોને તેઓ પોતાના દિલની નજીક રાખશે. તેમણે લખ્યું, ‘આ એ યાદો છે જેને હું હંમેશા મારા દિલની નજીક રાખીશ. પણ ભાઈ આવતા જન્મમાં, જો મારો જન્મ થયો તો તારે મારી મોટી અને પ્રેમ કરતી બહેન બનવું પડશે અને હું તારી જેમ નટખટ, નાની વહાલી બહેન બનીશ. અને જો હું મારી જિંદગીની સૌથી ખાસ ક્ષણોમાંથી એકને રોકી શકી હોત, તો આ તેનો સેન્ટર પીસ હોત અને આપણે બધા અહીં સાથે હોત. બિલકુલ એ જ રીતે જેમ આપણે હંમેશા માટે પરફેક્શનમાં કેદ હતા.’

    Bollywood actor Sushant Singh Rajput
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKatrina Kaif ના વધેલા વજનની સોશિયલ મીડિયા પર મજાક
    Next Article Abhay Verma ની ચોખવટ, હું છૂ મંતર ફિલ્મની સાથે સંકળાયેલો નથી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તુ-તુ-મૈં-મૈં બાદ Kangana Ranaut બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ

    August 28, 2026
    મનોરંજન

    કંગનાએ રક્ષાબંધનની ઉજવણી કરી,સંજય દત્ત અને રણબીરની બહેનોએ એક જૂનો ફોટો શેર કર્યો

    August 28, 2026
    રાષ્ટ્રીય

    ૭ સપ્ટેમ્બરથી શરૂ થનારા જમ્મુ અને કાશ્મીરના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ૪૧ દેશોની ૧૩૫ ફિલ્મો દર્શાવાશે

    August 28, 2026
    મનોરંજન

    મુખ્યમંત્રી વિજય ૧૦૦ દિવસ પૂર્ણ કરે છે; પ્રશ્ન પૂછવામાં આવતા રજનીકાંત હસ્યા

    August 28, 2026
    મનોરંજન

    Sunil Pal મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમય રૈનાના સન્માન પર નારાજગી વ્યક્ત કરી

    August 28, 2026
    મનોરંજન

    Priyanka Chopra એ કહ્યું, “જો મારા પતિ નિક જોનાસ મારી સંસ્કૃતિનો આદર ન કરે તો હું તેને પ્રેમ ન કરી શકું.”

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹159,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,480
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 21:37
    Categories
    Latest News

    Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો

    August 28, 2026

    Ahmedabad : જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાંથી ૭૪૦૦૦ની ચોરી

    August 28, 2026

    ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 28, 2026

    Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી

    August 28, 2026

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026
    Search
    Main News

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026

    કોંગ્રેસે Omar Abdullah ની સરકારમાં જોડાવાની નેશનલ કોન્ફરન્સની ઓફરને નકારી દીધી

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો

    August 28, 2026

    Ahmedabad : જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાંથી ૭૪૦૦૦ની ચોરી

    August 28, 2026

    ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.