Amreli , તા.2
રાજય કક્ષા ઇન્ટ.ર ડી.એલ.એસ.એસ. શુટીંગ લીગ-ર0ર6 સ્પફર્ધાનું આયોજન શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પાસ-વિદ્યાસભા અમરેલી ખાતે થયું હતું, તેમાં રાજયના વિવિધ જિલ્લા્માંથી બહોળી સંખ્યાએમાં સ્પટર્ધકોએ પાર્ટિસિપેટ કરેલ હતું.
ગુજરાતની 6 ડી.એલ.એસ.એસ. શાળાના 140 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધેલ જેમાં અમરેલી જિલ્લામાંથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસસના જિલ્લા કક્ષા સ્પો ટ્સ્ર સ્કૂ લના (ડી.એલ.એસ.એસ.) ભાઈઓ-બહેનોએ ભાગ લઈ પ્રતિભાશાળી શૂટર્સે ઉત્તમ પ્રદર્શન કરીને કુલ 3 સુવર્ણ પદક, 3 રજત પદક અને 1 કાંસ્ય પદક જીતીને સંસ્થાનનું ગોૈરવ વધાર્યું છે.
જેમાં 1) રાજપરા આકાશ- (પિસ્તોએલ) સુવર્ણ પદક, ર) બાંભણીયા સૃષ્ટિ -(રાઈફલ) સુવર્ણ પદક, 3) બાંભણીયા રાજેશ -(રાઈફલ) સુવર્ણ પદક, 4) વાઘેલા ખુશાલી-(રાઈફલ) રજત પદક, પ) તાવીયાગુંજલ-(રાઈફલ) રજત પદક, 6) વેકરીયા યુગ-(પિસ્તોાલ) રજત પદક, 7) તાવીયા રીના-(રાઈફલ) કાંસ્ય0 પદક મેળવી સિઘ્ધીરઓ પ્રાપ્ત કરેલ તેમજ શાળા અને અમરેલી જિલ્લાનું નામરાજયકક્ષાએ રોશન કરેલ આ સિદ્ધિ સંસ્થારના ખેલ પ્રણાલી અને નિયમિત કઠિન પ્રશિક્ષણનું શ્રેષ્ઠ પરિણામ છે.
કોચના માર્ગદર્શન અને ખેલાડીઓની અવિરત મહેનતના પરિણામે આ ગૌેરવપૂર્ણ જીત મળી છે. ખેલાડીઓએ વિવિધ કેટેગરીઝમાં શ્રેષ્ઠ સ્કો ર સાથે જીત મેળવી હતી.આ તકે સંસ્થાઓના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટીવ અશોકભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પિસ ડાયરેક્ટભર વસંતભાઈ પેથાણીએ શુટીંગના ખેલાડીઓ તેમજ કોચ પુલકીતા નિમ્બારવાલ અને ટ્રેનરને અભિનંદન પાઠવ્યાઝ હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.

