Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Porbandar: ૧૫૦ ફૂટ ઊંચાઈએ હેલિકોપ્ટરથી બિમાર નાવિકનો જીવ બચાવ્યો
    સૌરાષ્ટ્ર

    Porbandar: ૧૫૦ ફૂટ ઊંચાઈએ હેલિકોપ્ટરથી બિમાર નાવિકનો જીવ બચાવ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છાતીમાં દુખાવો અને તાવ બાદ તબિયત લથડતાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સફળ મેડિકલ ઇવેક્યુએશન ઓપરેશન પાર પાડ્યું

    Porbandar,તા.૨૭

    અરબી સમુદ્રમાં ખરાબ હવામાન અને ઉછળતા દરિયાઈ મોજાં વચ્ચે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ફરી એકવાર પોતાની સાહસિકતા અને ઝડપી કામગીરીનો પરિચય આપ્યો છે. પોરબંદર નજીક દરિયામાં આવેલા વેપારી જહાજ પર ફરજ બજાવી રહેલા ૨૧ વર્ષીય નાવિકની અચાનક તબિયત બગડતાં કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરની મદદથી આશરે ૧૫૦ ફૂટની ઊંચાઈએથી જોખમી મેડિકલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સફળતાપૂર્વક તેનો જીવ બચાવ્યો હતો.

    મળતી માહિતી મુજબ, ૨૫ જુલાઈની રાત્રે મુંબઈ સ્થિત મેરિટાઇમ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પોરબંદર સ્થિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરને ઇમરજન્સી સંદેશ મળ્યો હતો. વેપારી જહાજ એમ.વી. મુરલીકિશન પર ફરજ બજાવતા એક ૨૧ વર્ષીય નાવિકને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો અને ભારે તાવ આવતાં તેની તબિયત ગંભીર બની હતી. તાત્કાલિક સારવાર ન મળે તો જીવને જોખમ થઈ શકે તેવી સ્થિતિ સર્જાતા કોસ્ટ ગાર્ડે તરત જ બચાવ અભિયાન શરૂ કર્યું હતું.

    ખરાબ હવામાન અને ઊંચા મોજાંને કારણે ખુલ્લા દરિયામાં સીધી બચાવ કામગીરી કરવી અત્યંત મુશ્કેલ હતી. આથી કોસ્ટ ગાર્ડે પોરબંદર પોર્ટ સત્તાધીશો સાથે સંકલન કરીને વેપારી જહાજને બ્રેકવોટરથી અંદાજે ૨.૧ નોટિકલ માઈલ દૂર આવેલા ‘ઇનર એન્કરેજ’ સુધી લાવીને એન્કર કરાવ્યું, જેથી રેસ્ક્યૂ ઓપરેશન વધુ સુરક્ષિત રીતે હાથ ધરી શકાય.

    સાંજ સુધીમાં હવામાન વધુ પ્રતિકૂળ બનતાં અને જેટી પર જહાજને લંગારવાની મંજૂરી ન મળતાં કોસ્ટ ગાર્ડે પોતાના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારે પવન અને પડકારજનક હવામાન વચ્ચે હેલિકોપ્ટરના પાયલટ અને રેસ્ક્યૂ ટીમે આશરે ૧૫૦ ફૂટની ઊંચાઈએથી અત્યંત જોખમી એરલિફ્ટ ઓપરેશન પાર પાડીને બિમાર નાવિકને સુરક્ષિત રીતે હેલિકોપ્ટરમાં ખસેડ્યો હતો.

    બાદમાં નાવિકને પોરબંદર એર એન્ક્‌લેવ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબી ટીમે તેની પ્રાથમિક સારવાર કરી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેને પોરબંદરની આશા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ નાવિકની તબિયત સ્થિર છે અને તેની સારવાર ચાલુ છે.

    આ સફળ મેડિકલ ઇવેક્યુએશન ઓપરેશન બાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

    દરિયામાં મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે સમયસર લેવાયેલા નિર્ણય, આધુનિક ટેક્નોલોજી અને તાલીમબદ્ધ ટીમના સંકલિત પ્રયાસોથી એક યુવાન નાવિકનો જીવ બચાવવામાં સફળતા મળી છે. આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે દરિયામાં કોઈપણ ઇમરજન્સી સમયે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જીવ બચાવવા માટે હંમેશા તત્પર રહે છે.

    Porbandar Porbandar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePanchmahal: શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા મહિલાનું મોત
    Next Article વોટરલોગિંગ અને ત્રણ દિવસથી વીજ પુરવઠો બંધ રહેતાં ઉદ્યોગકારોની ‘Hullabol Rally’
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં થતા લોકમેળાની ગ્રાઉન્ડની હરાજી પૂર્ણ

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન

    August 14, 2026
    અમરેલી

    Amreli: 300 મીટરના તિરંગા સાથે યાત્રા યોજાઇ

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં આન-બાન અને શાન સાથે તિરંગા યાત્રા સંપન્ન

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-08-2026 07:55
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.