જુગારી યુવાને જીતેલા પૈસા માંને આપ્યા, મા એ ઘરભાડું ભરી દેતા કજીયો થયો
Rajkot,તા.02
શહેરના કોઠારીયા મેન રોડ પર આવેલી નીલકંઠ ટોકીઝ પાસે સુતા હનુમાન મંદિર નજીક ઘરમાં પૈસા આપવા બાબતે થયેલા કજીયામાં પુત્ર એ માતાને છરી મારી ઘાયલ કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સુતા હનુમાન મંદિર પાસે રહેતા આરતીબેન મહેશભાઈ નિમાવત ૪૫ ગઈકાલે રાત્રે ૧૧/૩૦ વાગે ઘેર હતા ત્યારે તેના પુત્ર રાહુલે ઝઘડો કરી છરીથી હુમલો કરતા ઇજા ગ્રસ્ત હાલતમાં આરતીબેન ને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા હતા.
બનાવના પ્રાથમિક તારણ માં જાણવા મળેલ કે ભારતીબેન ના પુત્ર રાહુલ જુગાર રમવાની ટેવ ધરાવતો હોય, બે દિવસ પહેલા જુગારમાં જીતીને તેણે ઘેર પૈસા આપ્યા હતા, આ પૈસા મકાન માલિકને ભાડાના બાકી પૈસા તરીકે ચૂકવી દીધા હતા, દરમિયાન ગઈકાલે રાહુલ જુગારમાં પૈસા હારી જતા માતાને સાચવવા આપેલા પૈસા પાછા માંગતા પૈસા નું ભાડું ભરી દીધું હોવાનું જણાવતા રાહુલને ઝઘડો કરી માતા પર છરી વડે હુમલો કર્યો હતો અને હાથમાં ઈજા કરી હતી આ અંગે ભક્તિનગર પોલીસ તપાસ ચલાવી રહી છે