Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»South Gujarat માં મેઘતાંડવ: ઉમરપાડામાં 6 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદ
    ગુજરાત

    South Gujarat માં મેઘતાંડવ: ઉમરપાડામાં 6 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat: તા.10 

    દક્ષિણ ગુજરાતમાં આજે (10મી સપ્ટેમ્બર) વરસાદે ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના ઉમરપાડામાં છેલ્લા 6 કલાકમાં ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.

    ગત 6 કલાકમાં રાજ્યના 65 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે ઉમરપાડામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ વરસ્યો છે. સાગબારા અને ખેરગામમાં પોણા 3 ઈંચ અને ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ બારડોલી અને કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

    આ વર્ષે મેઘકહેરના લીધે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ છે, સ્થાનિકો જાનમાલને તથા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જોકે ભારે વરસાદના લીધે ઉમરપાડામાં ગંભીર સ્થિતિ સર્જાઇ છે, 10 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ પણ જાણે નદી વહી રહી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

    ઉમરપાડામાં ભારે વરસાદના લીધે વીરા અને મધુબન નદીમાં પાણીની આવક થઇ છે. આસપાસના ગામોને જોડાતા અનેક કોઝ-વે પર પાણીમાં મગ્ન બની ગયા છે. ચારણી ગામના લૉ લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઇ રહી છે.

    દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરપાડામાં 6 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદ, જળબંબાકારની સ્થિતિ 2 - image

    વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ

    ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.  ઉમરગોટથી સેલમ્બાના લો લેવલ કોઝ વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થયો છે. રસ્તા બ્લોક થતાં જનજીવન પર માઠી અસર થઇ છે. ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ચારણી ગામના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

    નવસારી ફરી વરસાદી માહોલ જામ્યો
     

    નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી નવસારીના ગણદેવી, બીલીમોરા અને ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

    વલસાડ જિલ્લામાં સૌથી વઘુ 108 ઈંચ, 117 તાલુકામાં 40 ઈંચથી વઘુ : ખેરગામમાં 135 ઈંચ 

    આ વખતે અત્યાર સુધી 117 તાલુકામાં 40 ઈંચથી વઘુ, 114 તાલુકામાં 20 થી 40 ઈંચ, 20 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે નવસારીના ખેરગામમાં સૌથી વઘુ 135 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

    રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 35 ઈંચ સાથે સરેરાશ 183.32%,  ઉત્તર ગુજરાતમાં 30.35 ઈંચ સાથે સિઝનનો 105.63%, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 37.64 ઈંચ સાથે સરેરાશ 118%, સૌરાષ્ટ્રમાં 37.46 ઈંચ સાથે સરેરાશ 129% જ્યારે દક્ષિણ ગુજરાતમાં 73.01 ઈંચ સાથે સરેરાશ 124.30% વરસાદ નોંધાયો છે.

    ગુજરાતના જે જિલ્લામાં આ વખતે 100 ટકાથી વઘુ વરસાદ વરસી ચૂક્યો છે તેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરનો સમાવેશ થાય છે.

    હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.

    Heavy-Rain South-Gujarat Umarpada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    મોરબી

    Morbi: નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયા સુરજબારી ચેકપોસ્ટ નજીક ડમ્પરે ફૂલબ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી ગઈ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયાના ચીખલી ગામે મીની હથિયાર ફેક્ટરી ચલાવનાર પાસેથી વધુ એક હથિયાર કબજે

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.